Open in app

દેશી પિઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  4 people
Dharmistha Kholiya12th Aug 2018

Deshi pizza ના વિશે

Ingredients to make Deshi pizza in gujarati

  • દેશી પીઝા ના બેઝ ની સામગ્રી
  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ બાજરી નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 મોટો ચમચો ઓલિવ ઓઈલ
  • 1 નાની ચમચી ઓરેગેનો
  • 1 નાની ચમચી ચિલી ફ્લૅક્સ
  • પાણી જરૂર મુજબ
  • ટૉપીંગ્સ ની સામગ્રી
  • 1 કપ ચોરસ ટુકડા માં સમારેલા શિમલા મરચાં
  • 1 કપ ચોરસ ટુકડા માં કાપેલાં ટામેટા
  • 3/4 કપ પિઝા સોસ
  • 1 નાની ચમચી ઓરેગેનો
  • 1 નાની ચમચી ચિલી ફ્લૅક્સ
  • 200 ગ્રામ છીણેલું મોઝરેલા ચીઝ
  • 1/4 કપ બ્લેક ઓલિવ
  • 2 કપ ગોળાકાર કાપેલાં રીંગણાં ના ટુકડા
  • 2 મોટા ચમચા ઓલિવ ઓઇલ
  • મીઠું સ્વાદ મુજબ

How to make Deshi pizza in gujarati

  1. સૌ પ્રથમ એક બાઉલ માં પિઝા બેઝ બનાવની બધી સામગ્રી મેળવી લો.
  2. હવે થોડું થોડું પાણી નાખીને કઠણ કણક તૈયાર કરો
  3. સારી રીતે મસળી ને 10 મિનિટ ઢાંકી ને રાખી દો.
  4. હવે એક નોનસ્ટિક તવા ને ગરમ કરી થોડું ઓલિવ ઓઇલ ગરમ કરવા મૂકીને રીંગણાં ના પતીકાં ને સાંતળી લો
  5. રીંગણાં ને ચડતા વાર નથી લાગતી. રીંગણાં ના પતીકાં ને મીઠું નાખીને બેય બાજુ ચોડવી લો
  6. 5 મિનિટ માં રીંગણાં ચડી જશે
  7. ગેસ બંદ કરો. અને રીંગણાં ને એક બાઉલ માં કાઢી લો
  8. હવે તૈયાર કરેલી કણક ને 2 મિનિટ મસળી ને 4 લુવા બનાવી લો.
  9. લુવા માંથી મોટી ભાખરી વણી ને તૈયાર કરો.
  10. ચપ્પુ થી માર્ક કરો જેથી ભાખરી શેકતી વખતે તે ફૂલે નહીં
  11. માટી ની તાવડી ગરમ કરવા મુકો
  12. તૈયાર કરેલી ભાખરીને ધીમા ગેસ પર શેકી લો.
  13. ધીમા ગેસ પર જ ભાખરી શેકવાની જેથી ભાખરી ક્રિસ્પી થશે.
  14. શેકેલી ભાખરી ની ઉપર ની બાજુ પિઝા સોસ લગાવો.
  15. રીંગણાં, શિમલા મરચાં અને ટામેટા ના ટુકડા નું ટોપિંગ કરો
  16. મોઝરેલા ચીઝ ભભરાવો.
  17. 1 નાની ચમચી જેટલું ઓલિવ ઓઇલ નાખો.
  18. બ્લેક ઓલિવ,ચિલી ફ્લેક્સ અને ઓરેગેનો ભભરાવો.
  19. આવી રીતે બધી ભાખરી તૈયાર કરો.
  20. તૈયાર કરેલી ભાખરીને પાછી તાવડી પર ગરમ કરવા મુકો.
  21. ગરમ કરતી વખતે ઢાંકણું ઢાકો. જેથી 2 મિનિટ મજ ચીઝ ઓગળવા લાગશે.અહીં દેશી પિઝા તૈયાર છે.
  22. એવી રીતે બાકીના પિઝા બનાવી લો
  23. દેશી પિઝા ને 4 ભાગ માં કાપીને ગરમ ગરમ પીરસો

Reviews for Deshi pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Deshi pizza in gujarati

  • ઓટ્સ પિઝા

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • ખાખરા પિઝા

    5 likes
  • પોકેટ પિઝા

    6 likes
  • બ્રેડ પિઝા

    3 likes