હોમ પેજ / રેસિપી / વ્હીટ ડોરા કેક

Photo of Wheat Dora cake by Harsha Israni at BetterButter
518
4
0.0(0)
0

વ્હીટ ડોરા કેક

Aug-12-2018
Harsha Israni
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વ્હીટ ડોરા કેક રેસીપી વિશે

આ કેક ઘંઉના લોટનું બનેલુ છે .બાળકોને કારટૂન કેરેકટર બહુ ગમે છે અને ડોરેમોન અેમાનુ એક ફેમસ કેરેકટર છે જેને કારટુનમાં ડોરાકેક બહુ જ પસંદ છે. એટલે બાળકોને પણ વ્હીટ ડોરા કેક બહુ જ ગમશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૦૦ ગા્મ ઘંઉનો ઝીણો લોટ
  2. ૨૦૦ ગા્મ દળેલી ખાંડ
  3. ૧૦૦ ગા્મ અમૂલ દહીં ( થીક)
  4. ૧૦૦ ગા્મ તેલ
  5. ૧૦૦ ગા્મ દૂધ
  6. ૧/૨ ટી સ્પુન ટાટા સોડા
  7. ૧/૨ ટી સ્પુન ચોકલેટ/વેનિલા એસેન્સ
  8. ચોકલેટ પીનટ બટર જરુર મુજબ

સૂચનાઓ

  1. સૌ પહેલા એક બાઉલ લઈ તેમાં ઘંઉનો લોટ ,સોડા મીકસ કરો. હવે તેમાં ખાંડ, ચોકલેટ એસેન્સ ,તેલ ,દૂધ,દહીં ઉમેરી મીકસ કરી મીડીયમ બેટર બનાવો.
  2. એક ઘી થી ગી્સ કરેલી અેલ્યુમિનિયમ ડીશ પર બેટરમાંથી ચમચી વડે નાના ગોળ પુડલા બનાવો.પણ પુડલાજાડા બનાવા ચમચી વડે ઉપરથી દબાવવુ નહી અને દરેક પુડલાની ૧ ઈંચ વચ્ચે જગ્યા રાખવી .અેલ્યુમિનિયમ ડીશને ૧૮૦ં ડીગી્ કનવેશન મોડ પર પિ્હિટ ઓવન માં ૨૦ મિનિટ માટે આછા ગોલ્ડન રંગના બેક કરવા મૂકો.
  3. હવે કેકને ઠંડા થવા દો.અેક કેકની સ્લાઈસ પર ચોકલેટ પીનટ બટર ચમચી વડે લગાવો અને બીજી કેકની સ્લાઈસને તેની ઉપર મૂકી દો.
  4. તૈયાર છે વ્હીટ ડોરા કેક . બાાળકોને લંચ બોકસમાં પણ આપી શકાય છે.
  5. કેકની સ્લાઈસને ઝીપવાળી બેગમાં રાખવાથી તે નરમ રહે છે.
  6. ચોકલેટ પીનટ બટર - ૧ કપ સીંગદાણાને શેકીને ફોતરા કાઢીને મીકસરના નાના જારમાં પીસી લો.જારને ખોલીને હલાવીને ૧ ચમચી તેલ, ૧ ચમચી મધ,ચપટી મીઠુ ઉમેરીને બારીક પીસી લો.તૈયાર છે પીનટ બટર. હવે ૫૦ ગા્મ ડાકૅ ચોકલેટને મેલ્ટ કરીને પીનટ બટરમાં મીકસ કરો.તૈયાર છે ચોકલેટ પીનટ બટર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર