દાલ બાટી ચૂરમાં | Daal Baati Choorma Recipe in Gujarati

ના દ્વારા Bhavana Kataria  |  12th Aug 2018  |  
4.5 ત્યાંથી 2 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Daal Baati Choorma by Bhavana Kataria at BetterButter
દાલ બાટી ચૂરમાંby Bhavana Kataria
 • તૈયારીનો સમય

  35

  મીની
 • બનાવવાનો સમય

  40

  મીની
 • પીરસવું

  2

  લોકો

19

2

દાલ બાટી ચૂરમાં વાનગીઓ

દાલ બાટી ચૂરમાં Ingredients to make ( Ingredients to make Daal Baati Choorma Recipe in Gujarati )

 • બાટી માટે
 • ૨ કપ ઘઉંનો લોટ
 • ૧/૪ કપ ઘી
 • ૧/૪ નાની ચમચી બેકીંગ પાઉડર
 • મીઠું સ્વાદ અનુસાર
 • લોટ બાંધવા માટે પાણી
 • દાલ માટે
 • ૧/૨ કપ મગની દાળ
 • ૧/૪ કપ ચણાની દાળ
 • ૧/૪ કપ મસૂરની દાળ
 • ૩ મોટી ચમચી ઘી
 • ૧/૨ નાની ચમચી રાઈ જીરું
 • ચપટી હિંગ
 • ૧ બારીક સમારેલ ડુંગળી
 • ૧ બારીક સમારેલ ટામેટું
 • ૧/૨ નાની ચમચી આદુ-લસણની પેસ્ટ
 • ૧-૨ લીલા મરચા ની સ્લાઈસ
 • ૧/૪ નાની ચમચી હળદર પાઉડર
 • ૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
 • ૧/૨ નાની ચમચી ગરમ મસાલા પાવડર
 • મીઠું સ્વાદ અનુસાર
 • ૧ કપ પાણી
 • મુઠ્ઠીભર તાજી કોથમીર
 • ચુરમા માટે
 • ૨ મોટી ચમચી ઘી
 • ૨ મોટી ચમચી બારીક કાપેલા કાજૂ બદામ
 • ૩ મોટી ચમચી ખાંડનું બુરૂ
 • ચપટી એલચી પાવડર

How to make દાલ બાટી ચૂરમાં

 1. હવે એક બાઉલ લો.
 2. તેમાં ઘઉંનો લોટ ઉમેરો.
 3. હવે તેમાં ઘી નાખીને બરાબર મસળી લો.
 4. બેકિંગ પાઉડર અને મીઠું પણ ઉમેરો.
 5. જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો.
 6. બાટી માટે લોટ થોડો કઠણ હોવો જોઈએ.
 7. હવે તેના માપસર લુઆ બનાવી લો.
 8. હાથની મદદથી તેમાં કાપા પાડો.
 9. હવે બાટી મેકર મા ઘી લગાવીને આ બાટીને ૧૫ મિનિટ સુધી ચડવા મૂકો.
 10. બાટીને બીજી તરફ વાળીને ફરીથી ૧૫ મિનિટ ચડવા મૂકો.
 11. બાટી બની જાય એટલે ૧ વાટકો ભરેલા ઘીમાં તેને ડુબાડો.
 12. ૧૦ મિનિટ સુધી તેને ઘીમાં રહેવા દો.
 13. હવે ચૂરમાં માટે ઘીમાં ડૂબાડયા વિનાની ૨ બાટી મેં મિક્સરમાં પીસી લો.
 14. એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો.
 15. તેમાં બાટી નું ચુરમું ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
 16. હવે તેમાં ખાંડનું બુરૂ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
 17. એલચી પાઉડર અને બારીક કાપેલા કાજૂ બદામ પણ ઉમેરો.
 18. એક કે બે મિનિટ સુધી બરાબર હલાવો પછી ગેસ બંધ કરી દો.
 19. હવે દાળ માટે સૌપ્રથમ બધી દાળને મિક્સ કરીને ૩૦ મિનિટ સુધી પાણીમાં પલાળો.
 20. હવે પલાળેલી દાળને કૂકરમાં ચાર સીટી વાગે ત્યાં સુધી બાફી લો.
 21. એક કડાઈમાં ઘી ગરમ મૂકો.
 22. ઘી ગરમ થાય એટલે તેમાં રાઇ જીરૂ નાખો.
 23. ચપટી હિંગ નાખો.
 24. રાઈ જીરું ના દાણા ફૂટે એટલે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો.
 25. લીલા મરચા ની સ્લાઈસ પણ ઉમેરો.
 26. બરાબર સાંતળી લો.
 27. હવે તેમાં બારીક સમારેલા કાંદા ઉમેરો.
 28. કાંદા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને ચઢવા દો.
 29. હવે તેમાં બારીક સમારેલા ટમેટા ઉમેરો.
 30. બે થી ત્રણ મિનિટ સુધી પકાવો.
 31. સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલા વગેરે નાખીને બરાબર હલાવો.
 32. હવે તેમાં ચડેલી દાળ નાખો.
 33. બરાબર હલાવી લો.
 34. જરૂર પડે તો એક કપ પાણી ઉમેરો.
 35. ૫ મિનીટ સુધી ઉકળવા દો.
 36. મુઠ્ઠીભર તાજા કોથમીરના પાન પણ ઉમેરો.
 37. બરાબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો.
 38. સર્વ કરવા માટે
 39. એક ડીશ લો.
 40. હવે તેમાં ઘી માં ડૂબેલી બાટી ના કટકા કરો અને નાખો.
 41. ઉપરથી દાળ ઉમેરો.
 42. જરૂર પડે તો ઘી પણ નાખો.
 43. દાળ બાટી ચુરમા સાથે ખાવા માટે તૈયાર છે.

My Tip:

જો તમારી પાસે બાટી મેકર ન હોય તો તમે ગપગોળા બનાવવાની લોઢી મા અથવા તો ઓવનમાં પણ બનાવી શકો છો.

Reviews for Daal Baati Choorma Recipe in Gujarati (2)

Rina Joshia year ago

Superb
જવાબ આપવો

Bhavana Katariaa year ago

Excellent
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો