Open in app

સનફ્લાવર પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Shraddha Patel13th Aug 2018

Sunflower paratha ના વિશે

Ingredients to make Sunflower paratha in gujarati

  • અડધો કપ રવો અથવા સુજી
  • એક કપ ઘઉ (રોટલી ) નો લોટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • તેલ મોણ તથા પરાઠા શેકવા માટે
  • જરૂર મુજબ પાણી
  • એક ચમચો ઝીણા સમારેલા કેપ્સિકમ
  • એક ચમચો ઝીણા સમારેલા કાંદા
  • એક ચમચો છીણેલું ગાજર
  • એક ચમચો છીણેલું બીટ
  • એક ચમચો છીણેલું પનીર
  • એક ચમચો છીણેલું કોબી
  • એક ચમચો ઝીણી સમારેલ કોથમીર
  • જરૂર મુજબ ચાટ મસાલા
  • એક ચમચી કાળા મરી નો પાવડર
  • એક ચમચી ઓરેગાનો
  • એક ચમચી ચીલી ફ્લેક્સ
  • ગાર્નિશિંગ માટે ચીઝ

How to make Sunflower paratha in gujarati

  1. સૌ પ્રથમ એક કઢાઈ મા એક ગ્લાસ પાણી લો અને એમાં એક ચમચી તેલ અને ચપટી મીઠું નાખી ઊકળવા દો.
  2. પાણી ઉકળે એટલે એમાં રવો અથવા સુજી નાખી દો. પછી 5 મિનિટ મીડીયમ આંચ પર પકાવો. રવો બધું પાણી શોષી લે ત્યાં સુધી ગૅસ પર રાખો. ત્યારબાદ એને થોડું ઠંડુ થવા દો.
  3. હવે એક કથરોટ મા તૈયાર થયેલ રવો લઇ લો અને એમાં રોટલી નો લોટ નાખો. ત્યારબાદ એમાં મીઠું અને તેલ નું મોણ નાખી મિક્સ કરી પાણી વડે નરમ લોટ બાંધી લો.
  4. સ્ટફિંગ માટે: એક બોલ મા બધા જ વેજીટેબલ્સ કોબી, ગાજર, બીટ, કાંદા, પનીર, કેપ્સિકમ અને કોથમીર લો અને બરાબર મિક્સ કરી તેમાં મીઠું, ચાટ મસાલા, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો.
  5. ત્યારબાદ તૈયાર કરેલ કણક માંથી રોટલી વણી તેની અન્દર સ્ટફિંગ ભરી ફરી થી ગોળ લુઓ બનાવો. અને ફરી થી હળવા હાથે વણી લો.
  6. ત્યારબાદ પરાઠા ને ગરમ તવા પર તેલ લગાવી બન્ને તરફ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો. હવે શેકેલા પરાઠા ને સર્વિંગ ડીશ મા લઇ પિઝા કટર ની મદદ થી 8 કટકા કરી લો.
  7. હવે પરાઠા ના સેન્ટર થી બહાર કિનારી તરફ પરાઠા નું ઉપર નું પડ ખોલો. બધા કટકા મા આવી રીતે ખોલશો એટલે પરાઠા નો સનફ્લાવર જેવો આકાર દેખાશે. હવે તેના પર ચીઝ છીણો અને સર્વ કરો.

Reviews for Sunflower paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sunflower paratha in gujarati

  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes