હોમ પેજ / રેસિપી / સનફ્લાવર પરાઠા

Photo of Sunflower paratha by Shraddha Patel at BetterButter
756
0
0.0(0)
0

સનફ્લાવર પરાઠા

Aug-13-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સનફ્લાવર પરાઠા રેસીપી વિશે

આ એક સ્ટફ્ડ પરાઠા છે તેમજ ખુબજ હેલ્થી છે. બાળકો ને શાક રોટલી નથી ભાવતા હોતા તો આ રીતે કંઈક નવીનતા લાવી ને બનવવા મા આવે તો બાળકો ને જરૂર પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • શિશુ ની વાનગીઓ
  • વેજ
  • આસાન
  • ભારતીય
  • શેકેલું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. અડધો કપ રવો અથવા સુજી
  2. એક કપ ઘઉ (રોટલી ) નો લોટ
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. તેલ મોણ તથા પરાઠા શેકવા માટે
  5. જરૂર મુજબ પાણી
  6. એક ચમચો ઝીણા સમારેલા કેપ્સિકમ
  7. એક ચમચો ઝીણા સમારેલા કાંદા
  8. એક ચમચો છીણેલું ગાજર
  9. એક ચમચો છીણેલું બીટ
  10. એક ચમચો છીણેલું પનીર
  11. એક ચમચો છીણેલું કોબી
  12. એક ચમચો ઝીણી સમારેલ કોથમીર
  13. જરૂર મુજબ ચાટ મસાલા
  14. એક ચમચી કાળા મરી નો પાવડર
  15. એક ચમચી ઓરેગાનો
  16. એક ચમચી ચીલી ફ્લેક્સ
  17. ગાર્નિશિંગ માટે ચીઝ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કઢાઈ મા એક ગ્લાસ પાણી લો અને એમાં એક ચમચી તેલ અને ચપટી મીઠું નાખી ઊકળવા દો.
  2. પાણી ઉકળે એટલે એમાં રવો અથવા સુજી નાખી દો. પછી 5 મિનિટ મીડીયમ આંચ પર પકાવો. રવો બધું પાણી શોષી લે ત્યાં સુધી ગૅસ પર રાખો. ત્યારબાદ એને થોડું ઠંડુ થવા દો.
  3. હવે એક કથરોટ મા તૈયાર થયેલ રવો લઇ લો અને એમાં રોટલી નો લોટ નાખો. ત્યારબાદ એમાં મીઠું અને તેલ નું મોણ નાખી મિક્સ કરી પાણી વડે નરમ લોટ બાંધી લો.
  4. સ્ટફિંગ માટે: એક બોલ મા બધા જ વેજીટેબલ્સ કોબી, ગાજર, બીટ, કાંદા, પનીર, કેપ્સિકમ અને કોથમીર લો અને બરાબર મિક્સ કરી તેમાં મીઠું, ચાટ મસાલા, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો.
  5. ત્યારબાદ તૈયાર કરેલ કણક માંથી રોટલી વણી તેની અન્દર સ્ટફિંગ ભરી ફરી થી ગોળ લુઓ બનાવો. અને ફરી થી હળવા હાથે વણી લો.
  6. ત્યારબાદ પરાઠા ને ગરમ તવા પર તેલ લગાવી બન્ને તરફ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો. હવે શેકેલા પરાઠા ને સર્વિંગ ડીશ મા લઇ પિઝા કટર ની મદદ થી 8 કટકા કરી લો.
  7. હવે પરાઠા ના સેન્ટર થી બહાર કિનારી તરફ પરાઠા નું ઉપર નું પડ ખોલો. બધા કટકા મા આવી રીતે ખોલશો એટલે પરાઠા નો સનફ્લાવર જેવો આકાર દેખાશે. હવે તેના પર ચીઝ છીણો અને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર