હોમ પેજ / રેસિપી / બેકડ પુરી પિઝા

Photo of Baked puri pizza by Dharmistha Kholiya at BetterButter
494
2
0.0(0)
0

બેકડ પુરી પિઝા

Aug-13-2018
Dharmistha Kholiya
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેકડ પુરી પિઝા રેસીપી વિશે

બેકડ પુરી પિઝા ખુબજ હેલ્ધી અને નાના મોટા સૌને ભાવે એવી ડીશ છે. આગળ થી પુરી બનાવી ને રાખી હોય તો આ ડીશ બસ થોડી મિનિટો માં જ તૈયાર થય જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. પુરી બનાવની સામગ્રી
  2. 2 કપ ઘઉં નો લોટ
  3. 2 મોટા ચમચા તેલ , મોળ માટે
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 2 નાની ચમચી પીઝા મસાલો
  6. પાણી જરૂર મુજબ
  7. ટોપીંગ્સ ની સામગ્રી
  8. 1 કપ બાફેલા સ્વીટ કોર્ન
  9. 1/2 કપ બારીક સમારેલી લાલ કોબી
  10. 1 કપ બારીક સમારેલા 3 રંગ ના શિમલા મરચાં
  11. 1 કપ બારીક સમારેલા ટામેટા
  12. 1/2 કપ પિઝા સોસ
  13. 200 ગ્રામ છીણેલું મોઝરેલા ચીઝ
  14. 1/2 બ્લેક ઓલિવ
  15. સજાવટ ની સામગ્રી
  16. 1નાની ચમચી ચિલી ફ્લૅક્સ
  17. 1 નાની ચમચી ઓરેગેનો
  18. 1 નાની ચમચી પિઝા મસાલો

સૂચનાઓ

  1. સૌ પ્રથમ પુરી બનાવની સામગ્રી માં બતાવેલી બધી સામગ્રી ને એક બાઉલ માં મેળવો.
  2. થોડું થોડું પાણી નાખી ને કઠણ કણક તૈયાર કરો.
  3. 4 થી 5 મિનિટ મસળી ને ઢાંકીને 10 મિનિટ બાજુ પર રાખો.
  4. 10 મિનિટ પછી બાંધેલા લોટને ફરી થી મસળો.
  5. લોટ માંથી 10 લુવા બનાવો.
  6. લુવા માંથી પરોઠા જેવી જાડી રોટલી વણી ને તૈયાર કરો.
  7. રોટલી પર ચપ્પુ થી માર્ક કરો જેથી પુરી ને બેક કરીએ ત્યારે ફૂલે નહીં.
  8. હવે કોઈ ઢાંકણ ની મદદ થી નાની નાની પુરી કટ કરી લો .
  9. આવી રીતે બધી પુરી બનાવી ને તૈયાર કરો.
  10. બેકિંગ ટ્રે માં બટર પેપર રાખીને પુરી ગોઠવો.
  11. 180℃ પ્રિહીટેડ ઓવન માં 7 મિનિટ બેક કરો
  12. આવી રીતે બધી પુરી બેક કરી લો .
  13. પુરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી લો.
  14. હવે ટોપીંગ્સ સામગ્રી માં બતાવેલી સામગ્રી માંથી ચીઝ સિવાય ની બધી સામગ્રી ને એક બાઉલ માં મેળવી લો .
  15. બેકિંગ ટ્રે માં બુટર પેપર લગાવી ને પુરી ગોઠવો.
  16. 1-1 નાની ચમચી જેટલું ટોપિંગ રાખો, ચીઝ અને ઓલિવ રાખીને ચિલી ફ્લેક્સ, ઓરેગેનો અને પિઝા મસાલા છાંટો.
  17. તૈયાર કરેલા પુરી પિઝા ને ફરી થી 180℃ પર પ્રિહીટેડ ઓવન માં 5 મિનિટ માટે બેક કરો
  18. સ્વાદિષ્ટ પુરી પિઝા તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર