Open in app

બેકડ પુરી પિઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  10 people
Dharmistha Kholiya13th Aug 2018

Baked puri pizza ના વિશે

Ingredients to make Baked puri pizza in gujarati

  • પુરી બનાવની સામગ્રી
  • 2 કપ ઘઉં નો લોટ
  • 2 મોટા ચમચા તેલ , મોળ માટે
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 નાની ચમચી પીઝા મસાલો
  • પાણી જરૂર મુજબ
  • ટોપીંગ્સ ની સામગ્રી
  • 1 કપ બાફેલા સ્વીટ કોર્ન
  • 1/2 કપ બારીક સમારેલી લાલ કોબી
  • 1 કપ બારીક સમારેલા 3 રંગ ના શિમલા મરચાં
  • 1 કપ બારીક સમારેલા ટામેટા
  • 1/2 કપ પિઝા સોસ
  • 200 ગ્રામ છીણેલું મોઝરેલા ચીઝ
  • 1/2 બ્લેક ઓલિવ
  • સજાવટ ની સામગ્રી
  • 1નાની ચમચી ચિલી ફ્લૅક્સ
  • 1 નાની ચમચી ઓરેગેનો
  • 1 નાની ચમચી પિઝા મસાલો

How to make Baked puri pizza in gujarati

  1. સૌ પ્રથમ પુરી બનાવની સામગ્રી માં બતાવેલી બધી સામગ્રી ને એક બાઉલ માં મેળવો.
  2. થોડું થોડું પાણી નાખી ને કઠણ કણક તૈયાર કરો.
  3. 4 થી 5 મિનિટ મસળી ને ઢાંકીને 10 મિનિટ બાજુ પર રાખો.
  4. 10 મિનિટ પછી બાંધેલા લોટને ફરી થી મસળો.
  5. લોટ માંથી 10 લુવા બનાવો.
  6. લુવા માંથી પરોઠા જેવી જાડી રોટલી વણી ને તૈયાર કરો.
  7. રોટલી પર ચપ્પુ થી માર્ક કરો જેથી પુરી ને બેક કરીએ ત્યારે ફૂલે નહીં.
  8. હવે કોઈ ઢાંકણ ની મદદ થી નાની નાની પુરી કટ કરી લો .
  9. આવી રીતે બધી પુરી બનાવી ને તૈયાર કરો.
  10. બેકિંગ ટ્રે માં બટર પેપર રાખીને પુરી ગોઠવો.
  11. 180℃ પ્રિહીટેડ ઓવન માં 7 મિનિટ બેક કરો
  12. આવી રીતે બધી પુરી બેક કરી લો .
  13. પુરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી લો.
  14. હવે ટોપીંગ્સ સામગ્રી માં બતાવેલી સામગ્રી માંથી ચીઝ સિવાય ની બધી સામગ્રી ને એક બાઉલ માં મેળવી લો .
  15. બેકિંગ ટ્રે માં બુટર પેપર લગાવી ને પુરી ગોઠવો.
  16. 1-1 નાની ચમચી જેટલું ટોપિંગ રાખો, ચીઝ અને ઓલિવ રાખીને ચિલી ફ્લેક્સ, ઓરેગેનો અને પિઝા મસાલા છાંટો.
  17. તૈયાર કરેલા પુરી પિઝા ને ફરી થી 180℃ પર પ્રિહીટેડ ઓવન માં 5 મિનિટ માટે બેક કરો
  18. સ્વાદિષ્ટ પુરી પિઝા તૈયાર છે.

Reviews for Baked puri pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Baked puri pizza in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • ચાટ પુરી

    2 likes
  • દાળ પુરી

    1 likes
  • તીખી પુરી

    3 likes