હોમ પેજ / રેસિપી / કેક ઈન ઓરેંજ બાઉલ

Photo of Cake in orange bowl by Rani Soni at BetterButter
473
2
0.0(0)
0

કેક ઈન ઓરેંજ બાઉલ

Aug-13-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેક ઈન ઓરેંજ બાઉલ રેસીપી વિશે

કેક એક એવી વાનગી છે કે જે જોઈને બધાના ચહેરા ખુશ થઈ જાય છે અને મન કરે છે તે ઝટથી ચટ કરી જાય. ઘઉં નો લોટ અને તાજા નારંગી ના રસ નો આ કેક નો સ્વાદ અેવો છે જે સહુ ને પસંદ આવશે. હળવા ખટટા મીઠા સ્વાદથી તેમજ તે નારંગી કપ માં કેક બધાને આકર્ષણ થઈ જશે.આ નારંગી (ઓરેંજ) કપ કેક થી તમે અન્ય ને ચોંકાવી દેશો.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 કપ ઘઉંનો લોટ
  2. 2 ચમચી કોકો પાઉડર
  3. 1/2 કપ દળેલી ખાંડ
  4. 1/2 નાની ચમચી બેકિંગ સોડા
  5. 1/2 નાની ચમચી વેનીલા એસેન્સ
  6. 1 ચમચી તેલ
  7. 1 કપ નારંગીનો રસ
  8. ચપટી નારંગી ઝેસ્ટ
  9. 1/4 ચમચી આઈસિંગ સુગર
  10. 1 નારંગી નો ટુકડો
  11. 1 ચમચી ચોકલેટ સિરપ

સૂચનાઓ

  1. નારંગી ને છરી થી અડધા ભાગમાં કાપો .
  2. એક ચમચી થી અંદર નો ગર અને રસ બહાર કાઢો
  3. નારંગીનો રસ બાઉલમાં મુકો (જે કેક મિક્સર માં માટે કામ લાગશે )
  4. નારંગી નો કપ તૈયાર છે
  5. ઘઉંનો લોટ, કોકો પાઉડર,બેકિંગ સોડા ને ચાળી લો.
  6. હવે તેમાં દળેલી ખાંડ,તેલ, વેનીલા એસેન્સ નારંગી ઝેસ્ટ ,નારંગીનો રસ ઉમેરો
  7. ગાંઠ વિના નું મિશ્રણ બનાવો
  8. નારંગી કપ માં 1/4 કેક નું બનાવેલ મિશ્રણ મૂકો
  9. તેને પિહીટ મફિન ટીન અથવા માઇક્રોવેવ ટિનમાં મૂકો
  10. 180 ડિગ્રી પર 12 મિનિટ માટે બેક કરો
  11. કેક ઠંડી થાય અેટલે
  12. કેક ઉપર આઈસિંગ સુગર નો છંટકાવ કરી
  13. તાજી નારંગી નો ટુકડો અને ચોકલેટ સિરપ થી સજાવટ કરો અને પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર