હોમ પેજ / રેસિપી / Sukhadi

Photo of Sukhadi by Anjali Kataria at BetterButter
2
12
5(1)
0

Sukhadi

Aug-13-2018
Anjali Kataria
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • હરરોજ/ દરરોજ
 • ગુજરાત
 • શેકેલું
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. અ) લોટ શેકવા માટે
 2. ૧ કપ ઘી
 3. ૨ કપ ઘઉંનો લોટ
 4. બ) સુખડી બનાવવા માટે
 5. ૧ કપ ગોળ
 6. ૧ કપ ઘી
 7. ૨ મોટી ચમચી દૂધ

સૂચનાઓ

 1. સૌપ્રથમ એક કડાઈમાં ૧ કપ ઘી ઉમેરો.
 2. તેમાં ૨ કપ ઘઉંનો લોટ નાખો.
 3. ઘી અને ઘઉંનો લોટ બરાબર મિક્સ કરી લો.
 4. ઘઉંનો લોટ ગુલાબી કલરનો થાય ત્યાં સુધી તેને શેકો.
 5. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
 6. હવે બીજી કડાઈ લો.
 7. તેમાં એક કપ ઘી ઉમેરો.
 8. ગોળ પણ ઉમેરો.
 9. ગોળ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહો.
 10. હવે મિશ્રણમાં ગોળ ના ફૂલ આવવાનું ચાલુ થાય ત્યારે તેમાં શેકેલો ઘઉંનો લોટ ઉમેરો.
 11. ઘઉંનો લોટ મિશ્રણમાં બરાબર મિક્સ થાય ત્યાં સુધી તેને હલાવો.
 12. દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
 13. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
 14. હવે એક થાળીમાં થોડુંક ઘી લગાવી લો.
 15. સુખડીના મિશ્રણને થાળી માં બરાબર પાથરો.
 16. મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તેના કાપા પાડી લો.
 17. ગરમાગરમ અને કરકરી સુખડી સર્વ કરવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Bhavana Kataria
Sep-10-2018
Bhavana Kataria   Sep-10-2018

My fav.

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર