હોમ પેજ / રેસિપી / ફાડા લાપસી

Photo of Fada Lapsi by Bharti Khatri at BetterButter
629
1
0.0(0)
0

ફાડા લાપસી

Aug-13-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફાડા લાપસી રેસીપી વિશે

ફાડા લાપસી ખાવા ખૂબ જ ટેસ્ટી હોય છે. આ પારંપારિક વાનગી છે. અને તે ઘઉંના ફાડા માંથી બને છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ ઘઉંના ફાડા
  2. ૨૦૦ ગ્રામ ઘી
  3. ૩૦૦ ગ્રામ ખાંડ
  4. ૧ ચમચી સૂકી દ્રાક્ષ
  5. ૧ ચમચી ઇલાયચી પાઉડર
  6. ૧ ચમચો કાજુ બદામ ની કાતરી
  7. ૧ ચમચી ચારોળી
  8. ૧ ચમચી ખસખસ

સૂચનાઓ

  1. પહેલા કડાઈ મા ઘી ગરમ કરી તેમા ફાડા શેકાવા.
  2. ફાડા થોડા ગુલાબી રંગના થાય એટલે તેમા દ્રાક્ષ મિક્સ કરી ગરમ પાણી મિક્સ કરવું. ૧ કપ ફાડા હોય તો ૩.૫ કપ પાણી લેવુ.
  3. હવે ફાડા ધીમા તાપે ચડવા દેવા. દાણો ચડીને ફૂલી જાય પછી તેમા ખાંડ મિક્સ કરવી.
  4. હવે ઘી છૂંટુ પડે ત્યાં સુધી થવા દો.
  5. હવે ઇલાયચી પાઉડર, ચારોળી અને ખસખસ મિક્સ કરો.
  6. હવે તૈયાર છે ગરમા ગરમ ફાડા લાપસી તેમા કાજુ બદામ ની કાતરી થી સજાવી પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર