Open in app

ફૂલવડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  240 min
પીરસવું  5 people
Bharti Khatri13th Aug 2018

Fulwadi ના વિશે

Ingredients to make Fulwadi in gujarati

  • ૨૫૦ ગ્રામ ચણા નો જાડો લોટ
  • ૧૦૦ ગ્રામ ખાટું દહીં
  • ૧/૨ ચમચી સાજી ના ફૂલ
  • ૧૦ મરી દાણા
  • ૧ ચમચી સૂકા ધાણા
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૨ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧ ચમચી તલ
  • ૫૦ ગ્રામ ખાંડ
  • ૫૦ ગ્રામ રવો
  • ૧/૨ ચમચી લીંબુના ફુલ
  • ૧/૪ ચમચી હળદર
  • મીંઠુ સ્વાદમુજબ
  • તેલ પ્રમાણસર

How to make Fulwadi in gujarati

  1. એક વાસણ મા દહીં ,તેલ, સાજીનાં ફૂલ મિક્સ કરી ખૂબ ફીણવું.
  2. તેમા ચણાનો જાડો લોટ નાખી મરી, ધાણા, ગરમ મસાલો, મીંઠુ, લાલ મરચુ પાઉડર, હળદર, તલ, ખાંડ, રવો અને લીંબુના ફુલ નાખી બરાબર મિક્સ કરો.
  3. તેમાં થોડુ પાણી નાખી ઝારા પર ઘસાય તેવું ઢીલું રાખવું. ૨ થી ૩ કલાક પલળવા દેવું. આ રીતે મિશ્રણ તૈયાર કરવુ.
  4. કડાઈ મા તેલ બરાબર કકડતું ગરમ થાય એટલે થોડું તેલ પલાળેલા લોટ મા નાખવું પછી ખૂબ ફીણવું.
  5. હવે તેલ પર ફૂલવડી નો ઝારો ગોઠવી પહોળા ચમચા થી લોટ લઈ લોટ દબાવવો.
  6. આ રીતે ફૂલવડી બનાવવી.
  7. હવે થોડી લાલાશ પડતી થાય ત્યા સુધી તળવી.
  8. હવે તૈયાર છે ફૂલવડી ઠંડી થાય એટલે ચા કે કોફી કે પછી જમવા મા ફરસાણ મા પીરસીને મજા માણો.

Reviews for Fulwadi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fulwadi in gujarati

  • ફૂલવડી નુ શાક

    0 likes