હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ ના રબડી માલપુઆ

Photo of Wheat flour rabdi malpua by Urvashi Belani at BetterButter
1070
2
0.0(0)
0

ઘઉં ના લોટ ના રબડી માલપુઆ

Aug-13-2018
Urvashi Belani
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ ના રબડી માલપુઆ રેસીપી વિશે

આ રેસીપી માં માવા, મિલ્ક પાવડર અને દૂધ ને મિક્સ કરી રબડી બનાવી તેમાં ઘઉં નો લોટ નાખી ખીરું તૈયાર કરી માલપુઆ બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • રાજસ્થાન
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 થી 11/2 કપ દુધ
  2. 1/2 કપ માવો
  3. 3 ચમચા મિલ્ક પાવડર
  4. 1/2 કપ ઘઉં નો લોટ
  5. 1/4 ચમચી ઇલાઈચી પાવડર
  6. તળવા માટે ઘી
  7. ગાર્નિશીંગ માટે ડ્રાયફ્રુટ ની કતરણ
  8. ચાશની માટે:
  9. 1 કપ ખાંડ
  10. 1/2 કપ પાણી

સૂચનાઓ

  1. દૂધ ને હુંફાળું ગરમ કરો, તેમાં મિલ્ક પાવડર અને માવો નાખી બરાબર મિક્સ કરો.
  2. ઘઉં નો લોટ નાખો અને ફરી થી બરાબર મિક્સ કરો જેથી એક પણ ગાંઠ ના રહે.
  3. ઇલાઈચી પાવડર નાખી હલાવો.
  4. છીછરી કઢાઈ માં ઘી ગરમ કરી એક ચમચો ઘઉં ના લોટ નું મિશ્રણ નાખો.
  5. બન્ને બાજુ એ પલટાવી ને તળી લો.
  6. થોડું ઠંડુ થયા પછી ચાશની માં નાખો.
  7. 5 મિનિટ પછી ચાશની માંથી કાઢી લો.
  8. સરવિંગ પ્લેટ માં માલપુઆ મૂકી ડ્રાયફ્રુટ કતરણ નાખી સર્વ કરો.
  9. ચાશની માટે ખાંડ અને પાણી મિક્સ કરી ઉકળવા મુકો.2-3 ઉકળા આવે ત્યારે ગેસ બંધ કરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર