હોમ પેજ / રેસિપી / દુધી રીંગ સ્ટફ મુઠીયા

Photo of Bottle gaurd stuffed muthia by Devi Amlani at BetterButter
736
2
0.0(0)
0

દુધી રીંગ સ્ટફ મુઠીયા

Aug-14-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દુધી રીંગ સ્ટફ મુઠીયા રેસીપી વિશે

આ મુઠીયા દૂધી ની રીંગ બનાવીને તેમાં સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 નંગ મોટી દુધી
  2. 1 કપ બાજરીનો લોટ
  3. 1 કપ ધંઉ નો લોટ
  4. 2 કપ ચણાનો લોટ
  5. 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  6. 1 ચમચી મરચું પાવડર
  7. 1 ચમચી હળદર પાવડર
  8. 1 ચમચી ધાણાજીરુ પાઉડર
  9. 1 નાની ચમચી હિંગ
  10. 1 ચમચી તલ
  11. 1 ચમચી વરિયાળી
  12. 1 વાટકી તેલ
  13. 1 વાટકી સમારેલી ધાણા ભાજી
  14. 3 નંગ લીલા મરચાં
  15. 2 ચમચી લીંબુનો રસ
  16. 1 નાની ચમચી સાજીના ફૂલ
  17. 1 કપ દહીં
  18. 1 ચમચી રાઈ
  19. 1 નાની ચમચી મેથી દાણા
  20. 1 ચમચી જીરૂ
  21. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ દૂધીને છોલી લો ત્યારબાદ તેમાં નાની નાની રિંગ કરો હવે વચ્ચેનો સફેદ ભાગ કાઢી ને ગરમ પાણીમાં મીઠું નાખીને સહેજ પહોંચી પડે ત્યાં સુધી ઉકાળી લો
  2. અડધી દૂધીમાંથી રિંગ કરો અને બાકીની વધેલી અડધી દૂધીને ખમણી આપો
  3. હવે મુઠીયા બનાવા માટે બધા લોટ મસાલા અને દૂધી મિક્સ કરી દહીંથી લોટ બાંધો
  4. ત્યારબાદ તે માતાજીના ફૂલ અને લીંબુનો રસ ઉમેરો અને આદુ મરચાની પેસ્ટ પણ ઉમેરો
  5. હવે દૂધ વચ્ચે આ સ્ટફિંગ ભરીને બાફવા મૂકો
  6. મુઠીયા બફાઈ જાય અને થોડા ઠંડા પડે ત્યાર બાદ તેનો વઘાર કરવા માટે એક પેનમાં તેલ લો
  7. તેલ ગરમ થાય ત્યારે તેમાં સમારેલા મરચાં લીમડો રાઈ મેથી અને જીરૂં નાખો
  8. ત્યારબાદ તેમાં દુધી ની રીંગ વાળા મુઠીયા નાખી હલાવો
  9. આ રીતે દૂધીના રીંગ વાળા મૂઠિયાં તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર