હોમ પેજ / રેસિપી / કાડા પ્રસાદ

Photo of Kadah Prasad by Rani Soni at BetterButter
614
0
0.0(0)
0

કાડા પ્રસાદ

Aug-14-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાડા પ્રસાદ રેસીપી વિશે

કાડા પ્રસાદ ગુરુદ્વારામાં દરબાર સાહિબના તમામ મુલાકાતીઓને આપવામાં આવે છે. આ પ્રસાદ જે લોકો તૈયાર કરે છે તે પહેલા સ્નાન કરે છે.સ્વચ્છતાના પ્રતીક રુપે રાંધયા બાદ તેેને પાણી ના છાંટા છાંટવામાં આવે છે તેમજ સફેદ કાપડથી ઢાંકવા માં આવે છે.પછી તેને ગુરુ ગ્રંથ સાહિબની નજીક મૂકવામાં આવે છે. પૂજાના અંતે અરદાસ પછી તે બધાને આપવામાં આવે છે. જે સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ ગુરુની હાજરી માં ખાલી હાથે નહી જાય. આ પ્રસાદ ગુરુગોવિંદ સિંઘ દ્વારા આપવામાં આવી હતી.ગુરુદ્વારા નો આ પ્રસાદ ઘઉંનો લોટ, ખાંડ અને ઘી સાથે બનેલો સ્વાદિષ્ટ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પંજાબી
  • ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ ઘઉં નો લોટ
  2. 1 કપ ખાંડ
  3. 1 કપ ઘી
  4. 3 કપ પાણી
  5. 3 ચમચી કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ સમારેલ
  6. 1/8 નાની ચમચી એલચી પાવડર

સૂચનાઓ

  1. અેક પેન માં પાણી ગરમ કરો
  2. તેમાં ખાંડ નાંખો
  3. ખાંડ ઓગળે પાણી ઉકળે એટલે ગેસ બંધ કરો
  4. હવે અેક બીજા પેન ને ગરમ કરો
  5. તેમાં ઘી ઉમેરો
  6. તેમાં લોટ ઉમેરો અને સાંતળો
  7. તેને બદામી રંગ આવે ત્યાં સુધી મધ્યમતાપ પર શેકો
  8. હવે તેમાં ખાંડ વાળું પાણી ઉમેરો
  9. મિકસ કરો
  10. ચમચા થી સતત હલાવો
  11. ઘી છુટૂ પડે અેટલે ગેસ બંધ કરો
  12. એલચી પાવડર નાંખો
  13. કાડાપ્રસાદ તૈયાર છે
  14. કિસમિસ, કાજુ, બદામ, પિસ્તા મૂકી ગરમ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર