Open in app

એપલ ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Bharti Khatri14th Aug 2018

Apple Dhokla ના વિશે

Ingredients to make Apple Dhokla in gujarati

  • ૧ બાઉલ ચણાનો લોટ
  • ૧/૨ બાઉલ રવો
  • ૧ બાઉલ સફરજનની પ્યોરી
  • ૨ લીલા મરચા
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી તલ
  • ૧/૨ ચમચી સાજી ના ફૂલ
  • ૧ ડાળી કઢીલીમડો
  • જરૂરીયાત મુજબ સફરજન નુ જ્યુસ
  • જરૂરીયાત મુજબ લીંબુનો રસ
  • ચપટી હીંગ
  • ચપટી બુરુ ખાંડ
  • તેલ પ્રમાણસર
  • મીંઠુ સ્વાદમુજબ

How to make Apple Dhokla in gujarati

  1. સામગ્રી એકઠી કરવી.
  2. સફરજન ને ધોઈને એના કટકા કરી મિક્સર મા પીસી લેવુ.
  3. સફરજન ની પ્યોરી કરી લેવી.
  4. એક તપેલી મા ચણાનો લોટ, રવો, સફરજની પ્યોરી, લીંબુનો રસ અને મીંઠુ નાખી ને બરાબર મિક્સ કરવુ.
  5. આ રીતે ઢોકળા જેવુ ખીરુ તૈયાર કરવુ.
  6. હવે થાળી મા તેલ ચોપડી ઢોકળા ના કૂકર પાણી મૂકી તેમા સ્ટેન્ડ પર થાળી ગરમ કરવા મુકવી.
  7. થાળી ગરમ થઈ જાય એટલે ખીરા મા ચપટી સાજી ના ફૂલ મિક્સ કરી તરત જ ગરમ થયેલી થાળી મા ખીરુ પાથરવુ. ગેસ ને હાઈ ફ્લેમ પર કરી ઢોકળા ને ચઢવવા.
  8. ઢોકળા થઈ જાય એટલે તેને કૂકર માથી કાઢી ઠંડા થવા દેવા.
  9. હવે એક કડાઈ મા તેલ ગરમ કરી તેમા રાઈ તટડાવી તલ, કઢીલીમડો, ચપટી હીંગ અને કાપેલા લીલા મરચા નાખીને વઘાર તૈયાર કરવો. વઘાર થોડો ઠંડો થવા દેવો.
  10. હવે સફરજન નો જ્યુસ અને ચપટી બુરુ ખાંડ વઘાર મા મિક્સ કરવો.
  11. હવે ઠંડા પડેલ ઢોકળા ના કાપા કરી તૈયાર કરેલ વઘાર રેડવો.
  12. હવે તૈયાર છે હેલ્ધી એપલ ઢોકળા બાળકો ને નાસ્તા મા કે પછી ચા કે કોફી સાથે મજા માણો.

Reviews for Apple Dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Apple Dhokla in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • તવા ઢોકળા

    4 likes
  • ખમણ ઢોકળા

    2 likes