હોમ પેજ / રેસિપી / એપલ ઢોકળા

Photo of Apple Dhokla by Bharti Khatri at BetterButter
530
1
0.0(0)
0

એપલ ઢોકળા

Aug-14-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

એપલ ઢોકળા રેસીપી વિશે

એપલ ઢોકળા બાળકો માટે સ્વાસ્થ્ય વધૅક વાનગી છે. તે ચણા ના લોટ અને સફરજન થી બનાવેલ છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ બાઉલ ચણાનો લોટ
  2. ૧/૨ બાઉલ રવો
  3. ૧ બાઉલ સફરજનની પ્યોરી
  4. ૨ લીલા મરચા
  5. ૧ ચમચી રાઈ
  6. ૧ ચમચી તલ
  7. ૧/૨ ચમચી સાજી ના ફૂલ
  8. ૧ ડાળી કઢીલીમડો
  9. જરૂરીયાત મુજબ સફરજન નુ જ્યુસ
  10. જરૂરીયાત મુજબ લીંબુનો રસ
  11. ચપટી હીંગ
  12. ચપટી બુરુ ખાંડ
  13. તેલ પ્રમાણસર
  14. મીંઠુ સ્વાદમુજબ

સૂચનાઓ

  1. સામગ્રી એકઠી કરવી.
  2. સફરજન ને ધોઈને એના કટકા કરી મિક્સર મા પીસી લેવુ.
  3. સફરજન ની પ્યોરી કરી લેવી.
  4. એક તપેલી મા ચણાનો લોટ, રવો, સફરજની પ્યોરી, લીંબુનો રસ અને મીંઠુ નાખી ને બરાબર મિક્સ કરવુ.
  5. આ રીતે ઢોકળા જેવુ ખીરુ તૈયાર કરવુ.
  6. હવે થાળી મા તેલ ચોપડી ઢોકળા ના કૂકર પાણી મૂકી તેમા સ્ટેન્ડ પર થાળી ગરમ કરવા મુકવી.
  7. થાળી ગરમ થઈ જાય એટલે ખીરા મા ચપટી સાજી ના ફૂલ મિક્સ કરી તરત જ ગરમ થયેલી થાળી મા ખીરુ પાથરવુ. ગેસ ને હાઈ ફ્લેમ પર કરી ઢોકળા ને ચઢવવા.
  8. ઢોકળા થઈ જાય એટલે તેને કૂકર માથી કાઢી ઠંડા થવા દેવા.
  9. હવે એક કડાઈ મા તેલ ગરમ કરી તેમા રાઈ તટડાવી તલ, કઢીલીમડો, ચપટી હીંગ અને કાપેલા લીલા મરચા નાખીને વઘાર તૈયાર કરવો. વઘાર થોડો ઠંડો થવા દેવો.
  10. હવે સફરજન નો જ્યુસ અને ચપટી બુરુ ખાંડ વઘાર મા મિક્સ કરવો.
  11. હવે ઠંડા પડેલ ઢોકળા ના કાપા કરી તૈયાર કરેલ વઘાર રેડવો.
  12. હવે તૈયાર છે હેલ્ધી એપલ ઢોકળા બાળકો ને નાસ્તા મા કે પછી ચા કે કોફી સાથે મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર