હોમ પેજ / રેસિપી / ઝારા ના ગાંઠિયા નું શાક

Photo of Zara na gathiya nu shak by Bhumi G at BetterButter
603
1
0.0(0)
0

ઝારા ના ગાંઠિયા નું શાક

Aug-15-2018
Bhumi G
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઝારા ના ગાંઠિયા નું શાક રેસીપી વિશે

આપના ઘરમાં શાક ના હોય તો આપણે ચણા ના લોટ માંથી બનતું આ શાક બનાવી સકીએ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ કપ ચણા નો લોટ
  2. નમક સ્વાદાનુસાર
  3. ૧ કપ છાસ
  4. ૧/૨ નાની ચમચી હળદરનો પાવડર
  5. ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  6. ચપટી હિંગ
  7. ૧ ચમચી તેલ
  8. પાણી જરૂરિયાત અનુસાર
  9. બારીક સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. એક બાઉલમાં માં લોટ લઈ તેમાં બધાજ મસાલા ઉમેરો
  2. હવે તેમાં થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધો
  3. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો
  4. તેમાં હિંગ નાખી છાસ નો વઘાર કરો
  5. હવે તળવાનો ઝારો લઇ અને બાંધેલો લોટ લઈ તેના પર હાથેથી ઘસો . ઝારો કડાઈ થી થોડો ઊંચો રાખવો જેથી હાથમાં વરાળ ના લાગે
  6. હવે તમે ઘસ સો એટલે નીચે ગાંઠિયા પડશે આ રીતે બધાજ લોટ ના ગાંઠિયા પાડી લો.
  7. પછી તેને ૨ થી ૫ મિનિટ ઉકળવા દો અને તેમાં મરચું, મીઠું, હળદર નાખો
  8. છેલ્લે સમારેલી કોથમીર નાખી ગેસ બંધ કરી દેવો
  9. ગરમ ગરમ ફુલકા રોટલી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર