વેડમી અને કઢી | Vedami and kadhi Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  15th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Vedami and kadhi by Rani Soni at BetterButter
વેડમી અને કઢીby Rani Soni
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  80

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

વેડમી અને કઢી વાનગીઓ

વેડમી અને કઢી Ingredients to make ( Ingredients to make Vedami and kadhi Recipe in Gujarati )

 • વેડમી ની સામગ્રી:
 • 1 કપ તુવેર દાળ
 • 1 કપ ખાંડ અથવા ગોળ
 • 2 ચમચી તેલ
 • 2 કપ ઘઉંનો લોટ
 • 2 ચમચી ઘી
 • 1 /2 નાની ચમચી એલચી પાવડર
 • કઢી માટે:
 • 1 કપ દહીં
 • 2 કપ પાણી
 • 4 ચમચી ચણાનો લોટ
 • 1 ચમચી આદુ મરચાં પેસ્ટ
 • 1 ચમચી ખાંડ
 • સ્વાદપ્રમાણે મીઠું
 • 1 ચમચી કોથમીર
 • વઘાર માટે:
 • 1 ઇંચ ટુકડો તજ
 • 2 લવિંગ
 • 5-6 મેથી દાણા
 • 8-10 પાન લીમડો
 • 1 ચપટી હિંગ
 • 2 આખા લાલ મરચાં
 • 1/2 ચમચી જીરુંરાઈ મિકસ
 • 2 તજપાન
 • 2 ચમચી ઘી

How to make વેડમી અને કઢી

 1. વેડમી બનાવવાની રીત: તુવેર દાળ ને ધોઈ લો
 2. તેમાં 1 1/2 કપ પાણી ઉમેરી કુકરમાં બાફવા મુકો
 3. કૂકર ની 3 સીટી લો
 4. હવે ગેસ બંધ કરી દો
 5. હવે એક પેનમાં બાફેેલી દાળ અને ખાંડ નાંખી
 6. ગેસ પર મુકો
 7. ધીમા તાપે હલાવતા રહો
 8. એકદમ ઘટ્ટ થાય થાય અેટલે ગેસ બંધ કરો
 9. તેમાં એલચી નો ભૂકો નાંખી ઠંડુ થવા દો
 10. હવે તેના મિડીયમ સાઈઝ નાં નાના ગોળા વાળી લો
 11. હવે ઘઉં ના લોટ માં તેલ નાખીને પાણી થી મિડીયમ લોટ બાંધી લો.
 12. લોટ ને 20 મિનીટ સેટ થવા મૂકી રાખો
 13. એક લુંવો લઈ તેને કોરા લોટ માં રગદોળી
 14. અડધી વણી તેમાં પુરણ નો વચ્ચે ગોળો મૂકી તેને ફરી પેક કરી રોટલી સમાન વણો
 15. નોનસ્ટીક તવા પર બંને બાજુ શેકી લો
 16. વેડમી પર ઘી ચોપડી લો
 17. વેડમી તૈયાર છે
 18. કઢી બનાવવાની રીત: પાણીમાં ચણાનો લોટ ,આદુમરચાં પેસ્ટ, દહીં, ખાંડ , મીઠું મિક્સ કરી લો
 19. આને ફેંટી એક મિશ્રણ કરી લો
 20. એક પેન માં વઘાર માટે ઘી ગરમ કરો
 21. વઘાર માટે ની બધી સામગ્રીને ઘી માં નાંખી તતડાવો
 22. હવે તેમાં બેસન અને દહીંનો મિશ્રણ ઉમેરો
 23. એક ઉકાળો આવતા ધીમા તાપે રાખીને 5-6 મિનિટ માટે ઉકળવા દો
 24. વચ્ચે વચ્ચે હલાવતા રહો
 25. કોથમીર નાખો
 26. ગરમા ગરમ કઢી સાથે વેડમી સર્વ કરો

Reviews for Vedami and kadhi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો