Open in app

વ્હીટ ગી્ન ચીઝી રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Harsha Israni15th Aug 2018

Wheat Green cheesy Roll ના વિશે

Ingredients to make Wheat Green cheesy Roll in gujarati

  • લોટ બાંધવા માટે -
  • ૨૦૦ ગા્મ ઘંઉનો લોટ
  • ૧૦૦ ગા્મ પાલક
  • ૪-૫ કળી લસણ
  • ૮ - ૧૦ પાન પુદીનાે
  • નાનો ટુકડો આદુ
  • ૨-૩ લીલા મરચાં
  • મીઠુ
  • સ્ટફીંગ માટે -
  • ૩ નંગ બાફેલા બટાકા(છીણેલા)
  • ૧૦૦ ગા્મ વજીટેબલસ છીણેલી ( ગાજર,શિમલામરચા ,કોબીજ,વટાણા )
  • ૨ -૩ ચમચા તેલ
  • ૪ ચમચી રેડ ચીલી સોસ
  • ૪ ચમચી ટામેટા સોસ
  • ૫૦ ગા્મ પનીર (નાના ટુકડા)
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી પેસ્ટ( આદુ,લસણ,લીલા મરચા )
  • ૧/૨ ચમચી લાલ મરચુ
  • મીઠુ સ્ટફીંગ માટે
  • ચીઝ સ્લાઈસ ,ચાટ મસાલો
  • સેઝવાન ચટની ૪ ચમચા

How to make Wheat Green cheesy Roll in gujarati

  1. સૌથી પહેલા પાલકને ૪ કપ પાણીમાં બાફી લો.એક મિક્સરનો જાર લઈ તેમાં બાફેલી પાલક,પુદીનો,લસણ,આદુ,લીલા મરચા પીસીને પેસ્ટ બનાવી લો.
  2. કાથરોટ લઈ તેમાં ઘંઉનો લોટ,મીઠુ લઈ પીસેલી પેસ્ટથી કઠણ લોટ બાંધો જરુર પડે તો થોડુ પાણી લઈ શકાય છે. તૈયાર છે ગી્ન લોટ .
  3. એક કઢાઈ લો તેમાં ૨ ચમચી તેલ,આદુ-લસણ-લીલામરચાની પેસ્ટ નાખો.હવે બધી વેજીટેબલસ,મીઠુ ઉમેરી ધીમી આંચે ઢાંકીને ચઢવા દો.
  4. હવે બાફેલા બટાકા,ટામેટા સોસ,રેડ ચીલી સોસ,ગરમ મસાલો,પનીર મીકસ કરી ધીમી આંચે ૨ મિનિટ માટે ચઢવા દો.તૈયાર છે સ્ટફીંગ .
  5. બાંધેલા ગી્ન લોટમાંથી મોટી રોટલી વણીને અડધી કાચી શેકી તો.હવે રોટલીમાં ૧/૨ચમચી સેજવાન ચટની લગાવી ચીઝની એક સ્લાઈસ વચ્ચે મૂકી તેના પર ૩-૪ ચમચા સ્ટફીંગના મૂકો અને ચાટ મસાલો આખી રોટલી પર છાંટીને રોટલીને ગોળ ગોળ વાળીને રોલ વાળી દો.
  6. નોનસ્ટીક તવો ગરમ કરી રોટલીના રોલને ૨ ચમચી તેલ માં ધીમી આંચે કડક થાય ત્યાં સુધી શેકો.
  7. તૈયાર છે વ્હીટ ગી્ન ચીઝી રોલ રોલને પીઝા કટર વડે વચ્ચેથી કાપી સવૅ કરો.

Reviews for Wheat Green cheesy Roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat Green cheesy Roll in gujarati

  • ચીઝી અેગ પનીર રોલ

    0 likes
  • ગી્ન ચીઝી સેન્ડવીચ

    3 likes