હોમ પેજ / રેસિપી / વ્હીટ ગી્ન ચીઝી રોલ

Photo of Wheat Green cheesy Roll by Harsha Israni at BetterButter
334
2
0.0(0)
0

વ્હીટ ગી્ન ચીઝી રોલ

Aug-15-2018
Harsha Israni
25 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વ્હીટ ગી્ન ચીઝી રોલ રેસીપી વિશે

આ રોલ ઘંઉના લોટમાંથી બનાવેલા છે જેમાં ચીઝ,પનીર ,પાલક ,ગાજર,કોબીજ,શિમલા મરચા જેવી હેલ્ધી સામગી્ ઉમેરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. લોટ બાંધવા માટે -
  2. ૨૦૦ ગા્મ ઘંઉનો લોટ
  3. ૧૦૦ ગા્મ પાલક
  4. ૪-૫ કળી લસણ
  5. ૮ - ૧૦ પાન પુદીનાે
  6. નાનો ટુકડો આદુ
  7. ૨-૩ લીલા મરચાં
  8. મીઠુ
  9. સ્ટફીંગ માટે -
  10. ૩ નંગ બાફેલા બટાકા(છીણેલા)
  11. ૧૦૦ ગા્મ વજીટેબલસ છીણેલી ( ગાજર,શિમલામરચા ,કોબીજ,વટાણા )
  12. ૨ -૩ ચમચા તેલ
  13. ૪ ચમચી રેડ ચીલી સોસ
  14. ૪ ચમચી ટામેટા સોસ
  15. ૫૦ ગા્મ પનીર (નાના ટુકડા)
  16. ૧ ચમચી ગરમ મસાલો
  17. ૧ ચમચી પેસ્ટ( આદુ,લસણ,લીલા મરચા )
  18. ૧/૨ ચમચી લાલ મરચુ
  19. મીઠુ સ્ટફીંગ માટે
  20. ચીઝ સ્લાઈસ ,ચાટ મસાલો
  21. સેઝવાન ચટની ૪ ચમચા

સૂચનાઓ

  1. સૌથી પહેલા પાલકને ૪ કપ પાણીમાં બાફી લો.એક મિક્સરનો જાર લઈ તેમાં બાફેલી પાલક,પુદીનો,લસણ,આદુ,લીલા મરચા પીસીને પેસ્ટ બનાવી લો.
  2. કાથરોટ લઈ તેમાં ઘંઉનો લોટ,મીઠુ લઈ પીસેલી પેસ્ટથી કઠણ લોટ બાંધો જરુર પડે તો થોડુ પાણી લઈ શકાય છે. તૈયાર છે ગી્ન લોટ .
  3. એક કઢાઈ લો તેમાં ૨ ચમચી તેલ,આદુ-લસણ-લીલામરચાની પેસ્ટ નાખો.હવે બધી વેજીટેબલસ,મીઠુ ઉમેરી ધીમી આંચે ઢાંકીને ચઢવા દો.
  4. હવે બાફેલા બટાકા,ટામેટા સોસ,રેડ ચીલી સોસ,ગરમ મસાલો,પનીર મીકસ કરી ધીમી આંચે ૨ મિનિટ માટે ચઢવા દો.તૈયાર છે સ્ટફીંગ .
  5. બાંધેલા ગી્ન લોટમાંથી મોટી રોટલી વણીને અડધી કાચી શેકી તો.હવે રોટલીમાં ૧/૨ચમચી સેજવાન ચટની લગાવી ચીઝની એક સ્લાઈસ વચ્ચે મૂકી તેના પર ૩-૪ ચમચા સ્ટફીંગના મૂકો અને ચાટ મસાલો આખી રોટલી પર છાંટીને રોટલીને ગોળ ગોળ વાળીને રોલ વાળી દો.
  6. નોનસ્ટીક તવો ગરમ કરી રોટલીના રોલને ૨ ચમચી તેલ માં ધીમી આંચે કડક થાય ત્યાં સુધી શેકો.
  7. તૈયાર છે વ્હીટ ગી્ન ચીઝી રોલ રોલને પીઝા કટર વડે વચ્ચેથી કાપી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર