Open in app

પીઝ્ઝા કપ વીથ હોમ મેડ બ્રેડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Apeksha's Kitchen16th Aug 2018

Pizza cups ના વિશે

Ingredients to make Pizza cups in gujarati

  • બ્રેડ માટે
  • 2 કપ ઘઉં નો લોટ
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી ખાંડ
  • 1/2 ચમચી મીઠું
  • 1 ચમચી ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ
  • પીઝ્ઝા કપ માટે
  • 1/2 કપ ડુંગળી સમારેલી
  • 1/2 કપ કેપસીકમ
  • 1/2 સ્વીટ કોર્ન
  • 2,3 ચમચી પનીર ના ટુકડા
  • પીઝ્ઝા સોસ માટે
  • ઓલિવ ઓઇલ 1 ચમચી
  • 1 ચમચી ઝીણું સમારેલુ લસણ
  • 2 ટમેટા ઝીણા સમારેલા
  • 2,3 ચમચી ટમેટા કેચપ
  • 1 ટી-સ્પુન ચીલી ફ્લેક્સ
  • 1 ટી-સ્પુન ઓરેગાનો
  • 1 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • બટર
  • ચીઝ

How to make Pizza cups in gujarati

  1. સૌપ્રથમ બ્રેડ બનાવવા માટે એક બાઉલમાં ઘઉં નો લોટ લઈ તેમાં વચ્ચે ખાડો કરી ખાંડ, મીઠું, ઈસ્ટ, અને તેલ નાખી હુંફાળા પાણીથી નરમ લોટ બાંધી લો. હવે તેમાં બ્રેડ બનાવી હોય તે વાસણમાં તેલ લગાવી લોટ તેમા કાઢી લો.
  2. હવે આ વાસણને ગરમ જગ્યાએ 2,3 કલાક માટે ફુલવા મુકીદો.
  3. એક મોટા તપેલીમાં મીઠું નાખી તેની ઉપર એક સ્ટેન્ડ મુકો અને ઢાંકી ને તેને ગરમ થવાદો. તપેલુ ગરમ થઈ જાય પછી તેમા બ્રેડ ના લોટ વાડુ વાસણ મુકી ને ઢાંકીદો. અડધો કલાક બાદ બ્રેડ તૈયાર છે કે નહીં ચેક કરી ને કાઢીલો.
  4. બ્રેડ ઠંડી થાય એટલે તેમાંથી એક cm જેટલી સ્લાઈસ કાઢીલો.
  5. પીઝ્ઝા સોસ માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં લસણ નાખી સાતળી લો અવે તેમા ટમેટા નાખો અને ટમેટા ઓગળે એટલે તેમા ચીલી ફેક્સ, ઓરેગાનો, મીઠું, ખાંડ અને કેચપ નાખી 2 મિનિટ સોસ ને થવાદો.
  6. હવે એક વાસણમાં ડુંગળી, કેપસીકમ, મકાઈ, પનીર નાખી મેળવીલો. તેમાં 2 ચમચી પીઝ્ઝા સોસ નાખી બરાબર મિક્સ કરી લો.
  7. હવે તૈયાર કરેલી બ્રેડ સ્લાઈસ ને કટર ની મદદથી ગોળ આકાર મા કાપી લો તેની એક તરફ બટર લગાવી બટર વાડો ભાગ નીચે રહે તેવી રીતે અપ્પા પેન માં ગોઠવીદો હવે તેમાં તૈયાર કરેલ પીઝ્ઝાની સ્ટફિંગ નાખી ઉપરથી ચીઝ નાખી ઢાંકીદો.
  8. 3,4 મિનિટ પછી ચીઝ મેલ્ટ થાય એટલે કાઢીલો અને ગરમાગરમ સર્વ કરો.

Reviews for Pizza cups in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pizza cups in gujarati