હોમ પેજ / રેસિપી / મોહનથાળ

Photo of Mohanthal by Hetal Sevalia at BetterButter
912
1
0.0(0)
0

મોહનથાળ

Aug-16-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોહનથાળ રેસીપી વિશે

દરેક ગુજરાતી ની ફેવરિટ મિઠાઇ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 કપ બેસન
  2. 3 ટેબલ સ્પૂન ઘી
  3. 3 ટેબલ સ્પૂન દૂધ
  4. 1 કપ +1/4 કપ ઘરની મલાઈ
  5. 1/2 કપ ઘી
  6. 2+3/4 કપ સુગર
  7. 20 તાતણા કેસર
  8. 1 ટી.સ્પૂન એલચી પાવડર
  9. બદામ ની કતરણ જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક થાળીમાં બેસન ચાળી લો.હવે એક તપેલીમાં 3 ટેબલ સ્પૂન ઘી અને 3 ટેબલ સ્પૂન દૂધ ગરમ કરો ઘી પીગળી જાય એટલે નીચે ઉતારી બેસન માં ઉમેરો. હાથ થી બરાબર મસળી લો.હાથથી લોટ દબાવી લઇ ઢાંકી ને 15 મિનિટ રેસ્ટ આપો.ચોખા ચાળવા ના ચારણી થી ચાળી લો.
  2. હવે એક કઢાઈમાં મલાઈ ઉમેરી તેને ગરમ કરો. ઘી અને માવો છૂટો પડે એટલે નીચે ઉતારી લો. માવો લાલ ન કરવો.કુમળો જ રાખવો.તેને ગાળી લો.
  3. હવે મલાઈ માં થી નીકળેલા ઘી ને કઢાઈમાં લઈ બીજું 1/2 કપ ઘી ઉમેરો.બેસન ઉમેરો. ઢીલું પડે એટલે મલાઈ નો માવો ઉમેરી ગોલ્ડન શેકી લો. એલચી પાવડર ઉમેરી નીચે ઉતારી લો.જો શેકતી વખતે ઘી ઓછું લાગે તો ઉમેરી શકાય.
  4. હવે એક કઢાઈમાં સુગર ઉમેરી સુગર ડૂબે એટલું પાણી ઉમેરી લો.કેસર ઉમેરો. એક તાર ની ચાસણી કરો.હવે નીચે ઉતારી બેસન ઉમેરી સતત હલાવતા રહો.ઘટ્ટ થાય એટલે ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો. ઉપર થી બદામ ની કતરણ ભભરાવી દો.
  5. 4 થી 5 કલાક સુધી થરવા દો.પછી કાપા પાડી પીસ કાઢી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર