ઘઉંના લોટ ની ચકરી | Wheat flour chakri Recipe in Gujarati

ના દ્વારા Bharti Khatri  |  16th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Wheat flour chakri by Bharti Khatri at BetterButter
ઘઉંના લોટ ની ચકરીby Bharti Khatri
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    4

    લોકો

1

0

ઘઉંના લોટ ની ચકરી વાનગીઓ

ઘઉંના લોટ ની ચકરી Ingredients to make ( Ingredients to make Wheat flour chakri Recipe in Gujarati )

  • ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  • ૨ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૨ ચમચી ધાણાજીરુ પાઉડર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૨ ચમચી તલ
  • ૧ ચમચી અજમો
  • ૨ ચમચા મલાઈ
  • સ્વાદમુજબ મીંઠુ
  • તેલ જરૂરીયાત મુજબ

How to make ઘઉંના લોટ ની ચકરી

  1. પરાત મા ઘઉંનો લોટ લઈ તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, તલ, અજમો, મીંઠુ અને મલાઈ બધુ મિક્સ કરી લો.
  2. હવે પાણી જરૂરીયાત મુજબ લઇ ઢીલો લોટ બાંધી લો.
  3. ચકરી ના મશીન મા અંદર થી તેલ લગાવી લેવું.
  4. તેલ ચોપડેલ મશીન મા લોટ ભરી લેવો.
  5. મશીન થી આ રીતે બધી ચકરી બનાવી લેવી.
  6. તેલ બરાબર ગરમ થાય એટલે તેમા ચકરી ગેસ ની ધીમી આંચ પર તળવી.
  7. આ રીતે થોડી લાલાશ પડતી થાય ત્યા સુધી તળવી. બધી ચકરી આ રીતે તળી લેવી.
  8. ઘઉંના લોટ ની ચકરી તૈયાર છે તેને ચા, કોફી સાથે કે પછી બાળકના નાસ્તા ના ડબ્બા મા પણ આપી શકો છો.

My Tip:

લોટ મા મલાઈ નુ મોણ નાખવાથી ચકરી કુરકુરી થાય છે.

Reviews for Wheat flour chakri Recipe in Gujarati (0)