Open in app

ઘઉંના લોટ ની ચકરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Bharti Khatri16th Aug 2018

Wheat flour chakri ના વિશે

Ingredients to make Wheat flour chakri in gujarati

  • ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  • ૨ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૨ ચમચી ધાણાજીરુ પાઉડર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૨ ચમચી તલ
  • ૧ ચમચી અજમો
  • ૨ ચમચા મલાઈ
  • સ્વાદમુજબ મીંઠુ
  • તેલ જરૂરીયાત મુજબ

How to make Wheat flour chakri in gujarati

  1. પરાત મા ઘઉંનો લોટ લઈ તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, તલ, અજમો, મીંઠુ અને મલાઈ બધુ મિક્સ કરી લો.
  2. હવે પાણી જરૂરીયાત મુજબ લઇ ઢીલો લોટ બાંધી લો.
  3. ચકરી ના મશીન મા અંદર થી તેલ લગાવી લેવું.
  4. તેલ ચોપડેલ મશીન મા લોટ ભરી લેવો.
  5. મશીન થી આ રીતે બધી ચકરી બનાવી લેવી.
  6. તેલ બરાબર ગરમ થાય એટલે તેમા ચકરી ગેસ ની ધીમી આંચ પર તળવી.
  7. આ રીતે થોડી લાલાશ પડતી થાય ત્યા સુધી તળવી. બધી ચકરી આ રીતે તળી લેવી.
  8. ઘઉંના લોટ ની ચકરી તૈયાર છે તેને ચા, કોફી સાથે કે પછી બાળકના નાસ્તા ના ડબ્બા મા પણ આપી શકો છો.

Reviews for Wheat flour chakri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat flour chakri in gujarati

  • ચોખા ની ચકરી

    0 likes
  • ઘઉં ના લોટ ની કેક

    3 likes
  • ઘઉંના લોટ ના ઢોસા

    2 likes
  • જુવર ના લોટ ની કઢી

    4 likes
  • ઘઉં ના લોટ ની કુકીઝ

    6 likes
  • વધેલી રોટલી ની ચકરી

    12 likes