હોમ પેજ / રેસિપી / મલાઈ પરાઠા

Photo of Malai paratha by Harsha Israni at BetterButter
639
2
0.0(0)
0

મલાઈ પરાઠા

Aug-16-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલાઈ પરાઠા રેસીપી વિશે

આ પરાઠા માં ઘંઉના લોટને દૂઘ વડે બાંધ્યો છે અને પૂરણમાં મલાઈ,કાજુ પાવડર,દહીં ઉમેરીયુ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ કપ ઘંઉનો લોટ
  2. ૧/૪ ટી-સ્પુન બેકીંગ પાવડર
  3. ૨ ટેબલ સ્પુન દૂધ (મોણ માટે)
  4. મીઠું જરુર મુજબ (લોટ માટે)
  5. દૂધ લોટ બાંધવા
  6. પૂરણ માટે-
  7. ૧/૨ કપ ઘાટુ દહીં
  8. ૨ ટેબલસ્પુન મલાઈ
  9. ૨ ટેબલસ્પૂન કાજુ પાવડર
  10. ૧ ટી-સ્પૂન દળેલી ખાંડ
  11. ૧ ટી-સ્પૂન જીરુ પાવડર
  12. ૧ ટી-સ્પૂન લીલા મરચાની પેસ્ટ
  13. ૧ ટી-સ્પૂન આદુની પેસ્ટ
  14. મીઠું જરુર મુજબ
  15. ચપટી તજનું પાવડર
  16. ઘી / બટર પરાઠા શેકવા માટે

સૂચનાઓ

  1. સૌ પહેલા કાથરોટમાં ઘંઉનો લોટ લઈ તેમાં બેકીંગ પાવડર,મીઠું,દૂધ ઉમેરીને મીકસ કરીને દૂધ વડે જ કઠણ લોટ બાંધો.
  2. બાંધેલા લોટમાંથી લૂઆ કરી રોટલી વણી દો
  3. અેક બાઉલ લઈ તેમાં દહીં,મલાઈ,જીરુપાવડર,મીઠું,કાજુ પાવડર,તેજ પાવડર,લીલા મરચાની પેસ્ટ,આદુની પેસ્ટ,દળેલી ખાંડ મીક્સ કરી પૂરણ તૈયાર કરો.
  4. એક રોટલી પર પૂરણ લગાવી બીજી રોટલીઉપર મૂકી કિનારી પર થોડુ પાણી લગાડી રોટલી સીલ (બંધ )કરી દો.
  5. સીલ કરેલા પરાઠા .
  6. ગરમ તવા પર પરાઠાને ઘી અથવા બટરથી બન્ને બાજુ શેકી દો.તૈયાર છે મલાઈ પરાઠા દહીં સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર