BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / હેલ્થી ડોનટસ

Photo of Healthy donuts by Apeksha's Kitchen at BetterButter
1
1
0(0)
0

હેલ્થી ડોનટસ

Aug-17-2018
Apeksha's Kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હેલ્થી ડોનટસ રેસીપી વિશે

તમે હમણાં સુધી મીઠા ડોનટ ખાધા હશે અને બાળકોને પણ તે ખૂબ ભાવે છે આજે મે અહીં એજ ડોનટ ને હેલ્થી રીતે બનાવ્યા છે જે સવાર ના નાસ્તા મા બનાવી શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પેન ફ્રાય
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાટકી ઘઉં નો લોટ
  2. 1 વાટકી સૂજી
  3. 1/2 વાટકી બેસન
  4. 1 વાટકી છીણેલી દૂધી
  5. 1/2 વાટકી ડુંગળી છીણેલી
  6. 1/2 વાટકી ગાજર છીણેલુ
  7. 1 ચમચી લસણ મરચાંની પેસ્ટ
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચી ધાનાજીરુ
  10. 1 ચમચી લાલ મરચું
  11. 1 ચમચી ખાંડ
  12. 1/2 લીંબુનો રસ
  13. 1/4 ટી-સ્પુન સોડા
  14. 1/2 ટી-સ્પુન અજમો
  15. 1/2 વાટકી કોથમીર
  16. 1/2 ટી-સ્પુન હીંગ
  17. 2 ચમચી તેલ
  18. તલ
  19. કરી લીમડો
  20. રાઈ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ, સૂજી અને બેસન લો
  2. તેમાં છીણેલી દૂધી, ગાજર, કેપસીકમ અને ડુંગળી અને મરચા લસન ની પેસ્ટ નાખી દેવી.
  3. હવે તેમા લાલ મરચું, ધાનાજીરુ, હળદર,અજમો, મીઠું, તલ, ખાંડ, હીંગ, સોડા અને લીંબુનો રસ નાખી લોટ બાંધી લો.
  4. હવે તેને ડોનટ નો આકાર આપી ઈડલી ના કુકરમાં 10 મિનિટ બાફવા માટે મુકો.
  5. 10 મિનિટ પછી ટુથપીક નાખી ને ચેક કરીલો કે ડોનટ ચઢી ગયાછે કે નહીં. ગેસ બંધ કરીદો.
  6. એક બીજા પેન માં થોડુંક તેલ લઈ તેમાં રાઈ, તલ અને લીમડો નાખી વઘાર તૈયાર કરીલો
  7. હવે બાફેલા ડોનટ તેમા મુકી ને શેકીલો. તૈયાર છે હેલ્થી ડોનટ ટોમેટો કેચપ સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર