Open in app

બાજરી મેથી ની ચાનકી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Bharti Khatri17th Aug 2018

Bajari Methi Vada ના વિશે

Ingredients to make Bajari Methi Vada in gujarati

  • ૨ કપ બાજરી નો લોટ
  • ૧/૨ કપ ઘઉંનો કકરો લોટ
  • ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  • ૧/૪ ચમચી હળદર
  • ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૨ ચમચા ગોળ
  • ૨૦૦ ગ્રામ ઝીણી કાપેલી મેથી ની ભાજી
  • ૧/૨ કપ ખાંટુ દહીં
  • ૧ ચમચો તલ
  • ૧ ચમચી અજમો
  • ૧૦ થી ૧૨ કળી લસણ
  • નાનો ટૂકડો આદુ
  • ૩ થી ૪ લીલા મરચા
  • અથાણા નો રસો (તેલ)
  • ૧/૨ ચમચી સાજી ના ફૂલ
  • તેલ પ્રમાણસર
  • મીંઠુ સ્વાદમુજબ

How to make Bajari Methi Vada in gujarati

  1. પરાત મા બાજરી નો લોટ અને ઘઉંનો કકરો લોટ લેવો.
  2. હવે તેમા દહીં, આદુ, લસણ, લીલા મરચા વાટેલા નાખવા, લાલ મરચુ પાઉડર, હળદર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, તલ, ગોળ, અજમો, મીંઠુ અને અથાણા નો રસો એટલે કે તેલ આ બધો મસાલો કરવો.
  3. મેથી લઈ સાફ કરવી.
  4. ઝીણી સમારીને ધોઈ લેવી.
  5. ધોયેલ મેથી ઉમેરો.
  6. વાટકી મા બે ચમચા તેલ અને પાણી લઈ તેમા સાજી ના ફૂલ લેવા.
  7. હવે તેને ગરમ કરી ઉભરો આવે એવુ થાય એટલે લોટ મા મિક્સ કરવુ.
  8. હવે લોટ મસળીને બધુ સારી રીતે મિક્સ કરવુ.
  9. ગરમ પાણી જરૂરીયાત મુજબ લઇ રોટલી જેવો ઢીલો લોટ બાંધવો.
  10. હવે ગોળગોળ ગોળા વાળી લેવા.
  11. આ રીતે હાથથી ચાનકી બનાવી લેવી.
  12. બધી ચાનકી આ રીતે બનાવી લેવી.
  13. તેલ ગરમ કરી તેમા ધીમી આંચ પર ચાનકીઓ તળવી.
  14. આ રીતે લાલ થાય ત્યા સુધી તળાવા દેવું.
  15. ગરમા ગરમ ક્રંચી કુરકુરી મેથી ની ચાનકી તળેલા મરચા અને દહીં સાથે પીરસવું.

Reviews for Bajari Methi Vada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bajari Methi Vada in gujarati

  • મેથી ની ભાજી

    0 likes
  • મેથી ની ખીચડી

    1 likes
  • રીંગણ મેથી ની કઢી

    4 likes
  • મેથી ની ભાજી ના ગોટા

    2 likes
  • બાજરી ની સિંધી કુટ્ટી

    2 likes
  • મેથી ની ભાજી બટેટા નું શાક

    1 likes