BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બાજરી મેથી ની ચાનકી

Photo of Bajari Methi Vada by Bharti Khatri at BetterButter
0
1
0(0)
0

બાજરી મેથી ની ચાનકી

Aug-17-2018
Bharti Khatri
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરી મેથી ની ચાનકી રેસીપી વિશે

બાજરી મેથી ની ચાનકી બાજરીનો લોટ, મેથીભાજી,લીલા અને સૂકા મસાલા, દહી થી બનાવેલ ટેસ્ટી અને સ્વાદિષ્ટ વાનગી છે. પ્રવાસ મા, બાળકોને નાસ્તા મા કે પછી બહારગામ ૪-૫ દિવસ માટે ગયા હોય તો પણ લઈ જઈ શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ બાજરી નો લોટ
  2. ૧/૨ કપ ઘઉંનો કકરો લોટ
  3. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  4. ૧/૪ ચમચી હળદર
  5. ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  6. ૧ ચમચી ગરમ મસાલો
  7. ૨ ચમચા ગોળ
  8. ૨૦૦ ગ્રામ ઝીણી કાપેલી મેથી ની ભાજી
  9. ૧/૨ કપ ખાંટુ દહીં
  10. ૧ ચમચો તલ
  11. ૧ ચમચી અજમો
  12. ૧૦ થી ૧૨ કળી લસણ
  13. નાનો ટૂકડો આદુ
  14. ૩ થી ૪ લીલા મરચા
  15. અથાણા નો રસો (તેલ)
  16. ૧/૨ ચમચી સાજી ના ફૂલ
  17. તેલ પ્રમાણસર
  18. મીંઠુ સ્વાદમુજબ

સૂચનાઓ

  1. પરાત મા બાજરી નો લોટ અને ઘઉંનો કકરો લોટ લેવો.
  2. હવે તેમા દહીં, આદુ, લસણ, લીલા મરચા વાટેલા નાખવા, લાલ મરચુ પાઉડર, હળદર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, તલ, ગોળ, અજમો, મીંઠુ અને અથાણા નો રસો એટલે કે તેલ આ બધો મસાલો કરવો.
  3. મેથી લઈ સાફ કરવી.
  4. ઝીણી સમારીને ધોઈ લેવી.
  5. ધોયેલ મેથી ઉમેરો.
  6. વાટકી મા બે ચમચા તેલ અને પાણી લઈ તેમા સાજી ના ફૂલ લેવા.
  7. હવે તેને ગરમ કરી ઉભરો આવે એવુ થાય એટલે લોટ મા મિક્સ કરવુ.
  8. હવે લોટ મસળીને બધુ સારી રીતે મિક્સ કરવુ.
  9. ગરમ પાણી જરૂરીયાત મુજબ લઇ રોટલી જેવો ઢીલો લોટ બાંધવો.
  10. હવે ગોળગોળ ગોળા વાળી લેવા.
  11. આ રીતે હાથથી ચાનકી બનાવી લેવી.
  12. બધી ચાનકી આ રીતે બનાવી લેવી.
  13. તેલ ગરમ કરી તેમા ધીમી આંચ પર ચાનકીઓ તળવી.
  14. આ રીતે લાલ થાય ત્યા સુધી તળાવા દેવું.
  15. ગરમા ગરમ ક્રંચી કુરકુરી મેથી ની ચાનકી તળેલા મરચા અને દહીં સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર