Photo of Thekua by Rani Soni at BetterButter
516
1
0.0(0)
0

ઠેકુઆ

Aug-17-2018
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઠેકુઆ રેસીપી વિશે

ઠેકુઆ બિહાર, ઉત્તરપ્રદેશ અને ઝારખંડમાં સૌથી વધુ પ્રચલિત છે. ખાસ કરીને છઠ પૂજા જેવા તહેવારોના પ્રસંગો દરમિયાન બનાવવા માં આવે છે.આ અેક મીઠી વાનગી છે જે લાંબો સમય સુધી બગડતી નથી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • બિહાર
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ ઘઉંનો લોટ
  2. 3/4 કપ ગોળ
  3. 2 ચમચી ઘી
  4. 1/2 કપ પાણી
  5. 1 ચપટી એલચી પાઉડર
  6. તેલ - તળવા માટે
  7. 1 ચાંદીના વરખ
  8. 4-5 કાજુ

સૂચનાઓ

  1. ગોળને 1/2 કપ પાણી ઉમેરી મિશ્રણ ને ગરમ કરો.
  2. ગોળ સંપૂર્ણપણે આેગળે અેટલે ગેસ બંધ કરી.
  3. ગરણી થી ગાળી લો.
  4. આ મિશ્રણ ને ઠંડુ કરો.
  5. એક બાઉલ માં લોટ,ઘી, એલચી ઉમેરો
  6. સારી રીતે મિકસ કરો.
  7. હવે તેમાં ગોળ નું મિશ્રણ ને ઉમેરો.
  8. મિડીયમ કણક બાંધો.
  9. હવે લોટ નો અેક ગોળો લો.
  10. ઠેકુઆ બનાવવા ના સાધન થી ડિઝાઇન આપો.
  11. આવી રીતે બધા ઠેકુઆ બનાઈ લો.
  12. એક કઢાઈ માં તેલ ગરમ કરો.
  13. ઠેકુઆ ને મધ્યમ જ્યોત પર તળી લો.
  14. જ્યારે તેઓ સોનેરી રંગ ના તળાઈ જાય ત્ત્યારે તેલ માંથી કાઢી લો.
  15. તેને ઠંડા કરો, તો તૈયાર છે ઠેકુઆ
  16. ચાંદીના વરખ અને કાજુ સાથે સુશોભન કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર