હોમ પેજ / રેસિપી / મિક્સ વેજ આટા ઈડલી

Photo of MIX veg atta idli by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
455
1
0.0(0)
0

મિક્સ વેજ આટા ઈડલી

Aug-17-2018
રૂચા દિવ્યેશ રાજા
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ વેજ આટા ઈડલી રેસીપી વિશે

આ વાનગી ખૂબ જ સરળ અને પૌષ્ટિક આહાર છે. સવાર ના નાસ્તા માં, અથવા બાળકો ના ટિફિન માં, રાત્રી વાળું માં પણ લઈ શકાય છે.

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧૫૦ગ્રામ ઘઉં નો કરકરો લોટ
  2. ૫૦ગ્રામ રવો
  3. ૧૫૦ગ્રામ દહીં
  4. ગાજર ખમણેલા ૧/૨કપ
  5. વટાણા, ફણસી પાર બોઇલ કરેલા૧/૨કપ
  6. આદુ-મરચા-લસણ ની પેસ્ટ ૧૧/૨ ચમચી
  7. ૧ચમચી ચણા દાળ
  8. ૧ચમચી અડદ દાળ
  9. રાય૧ ચમચી
  10. ૧ચમચી જીરું
  11. ૧ પેકેટ ઇનો (ફ્રુટ સોલ્ટ)
  12. તેલ 4-5 ચમચી
  13. હિંગ જરૂરિયાત મુજબ
  14. મીઠો લીમડો જરૂરિયાત મુજબ
  15. નિમક

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ઘઉં નો લોટ લઇ તેમાં રવો ઉમેરો, ત્યારબાદ દહીં ઉમેરી બરાબર મિક્ષ કરો. ત્યારબાદ તેમાં બાફેલી સબ્જી, આદુ-મરચાં-લસણ ની પેસ્ટ ઉમેરી ૧૫ મિનિટ રહેવા દો, પછી તેમાં નિમક ઉમેરી દો.
  2. ૨ જી કડાઈ માં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, કડીપતા નો વઘાર કરી તેમાં હિંગ, ચણા દાળ, અડદ દાળ ઉમેરી, સતાંડવા દો, ૫-૭ મિનિટ સુધી, ત્યારબાદ આ વઘાર ને ઈડલી ના ખીરા માં રેડી દો.
  3. પછી ખીરું બરાબર હલાવી મિક્સ કરી લો અને છેલ્લે તેમાં ઇનો નું પેકેટ ૧ ચમચી પાણી લઇ તેમાં મિક્સ કરી રેડી દો, બરાબર બધું મિક્સ કરી લેવું.
  4. ઈડલી ના મોલ્ડ માં ખીરું ભરી ને ૧૫ મિનિટ સુધી થવા દેવું. ત્યારબાદ ચપ્પુ વડે ચેક કરી લો જો ચપ્પુ ચોખ્ખું રહે ચોંટે નહીં એટલે થઈ ગઈ સમજવું.
  5. ત્યારબાદ ગરમ ગરમ ચટણી તેમજ સોંસ સાથે પીરસી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર