Open in app

નાયલોન ખમણ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  7 people
Bharti Khatri18th Aug 2018

Nayalon Khaman ના વિશે

Ingredients to make Nayalon Khaman in gujarati

  • ૨૫૦ ગ્રામ બેસન
  • ૧ ચમચી વાટેલા આદુ લીલામરચા
  • ચપટી હીંગ
  • ૨ ચમચી તેલ
  • ૧.૫ ચમચી લીંબુના ફુલ
  • ૧ ચમચી સાજી ના ફૂલ
  • ૧ ચમચી રાઈ
  • ૧/૨ ચમચી હળદર
  • ૩ થી ૪ લીલામરચા
  • ૪ ચમચી ખાંડ
  • મીંઠુ સ્વાદમુજબ
  • તેલ પ્રમાણસર

How to make Nayalon Khaman in gujarati

  1. ચણાના લોટ મા મીંઠુ, લીંબુના ફુલ, હળદર અને હીંગ નાખવી.
  2. હવે તેમા આદુ મરચા વાટેલા અને પાણી નાખીને ખીરુ તૈયાર કરવુ પછી ખીરા મા સાજી ના ફુલ નાખી ખુબ હલાવવું.
  3. ખીરુ ખૂબ હલાવવા થી ફુલશે કે તરત થાળી મા રેડી દેવુ.
  4. આ રીતે ઢોકળા ના કૂકર મા પાણી રેડી ને તેની ઉપર કાઠો મૂકી તેની પર ખમણ ની થાળી મૂકી ઢાંકી દેવુ. ૧૫ મિનિટ મા ખમણ થઈ જાય એટલે ઠંડા પડ્યા પછી કાપા કરી લેવા.
  5. હવે વઘાર માટે તેલ ગરમ કરી રાઈ તટડાવી લીલામરચા ઊભા સમારીને મોટા કટકા કરીને નાખવા. ૧.૫ કપ પાણી રેડવું ખાંડ નાખી પાણી ઉકળવા દેવુ હવે કાપા કરેલ થાળી મા રેડી દેવુ..
  6. તૈયાર છે ટેસ્ટી નાયલોન ખમણ તળેલા મરચા સાથે મજા માણો.

Reviews for Nayalon Khaman in gujarati (0)

No reviews yet.

Recipes similar to Nayalon Khaman in gujarati

  • ખમણ

    6 likes
  • ખમણ

    4 likes
  • ખમણ

    1 likes
  • ખમણ

    1 likes
  • ચૂરો ખમણ

    3 likes
  • ખમણ ઢોકળા

    2 likes