હોમ પેજ / રેસિપી / ઘંઉના લોટની સ્વીટ કોકી

Photo of Wheat Sweet koki by Harsha Israni at BetterButter
404
3
0.0(0)
0

ઘંઉના લોટની સ્વીટ કોકી

Aug-18-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘંઉના લોટની સ્વીટ કોકી રેસીપી વિશે

આ ડીશ સીંધીઆેની જાણીતી ડીશ છે. આ સ્વીટ કોકીને સીંધીમાં (lolo) કહેવાય છે જે રાંધણ છઠ્ઠના દિવસે બનાવવામાં આવે છે મોટી સાતમે પરોસવામાં આવે છે , ઘંઉની જગ્યાએ મેંદો પણ લઈને બનાવવામાં આવે છે જેને મોણી કહેવામાં આવે છે. ડીઝાઈન વગરની સાદી કોકીને તવા પર શેકીને નાશ્તામાં લેવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ ઘંઉનો લોટ
  2. ૧ કપ ખાંડ
  3. ઘી જરુર મુજબ
  4. ૧/૪ ટી-સ્પૂન ઈલાયચી પાવડર

સૂચનાઓ

  1. ખાંડને એક બાઉલમાં ખાંડ ડુબે એટલુ જ પાણીમાં ૨ કલાક પલાળી દો.જો ખાંડ આોગળી ના હોય તો ચમચા વડે હલાવીને મીકસ કરો.
  2. કાથરોટમાં ઘંઉનો લોટ લઈ તેમાં ઈલાયચી પાવડર, મુઠ્ઠી વળે એટલુ ઘી નું મોણ ઉમેરી ખાંડની ચાશની વડે કઠણ લોટ બાંધો.
  3. બાંધેલા લોટમાંથી નાના લુઆ કરીને લાકડાની ડીઝાઈનવાળી મશીનમાં મૂકીને થોડી જાડી કોકી તૈયાર કરો.
  4. જો મશીન ના હોય તો વણીને પણ સાદી બનાવી શકાય છે.સામાન્ય કરતા થોડી જાડી બનાવવી.
  5. અેક કઢાઈમાં ઘી / તેલ ગરમ કરી કોકીને ધીમી આંચે ગોલ્ડન રંગની તળી લો.
  6. તૈયાર છે ઘંઉના લોટની સ્વીટ કોકી કેરીના અથાણા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર