Open in app

બેસન થેપલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Harsha Israni18th Aug 2018

Besan Thepla ના વિશે

Ingredients to make Besan Thepla in gujarati

  • ૧ કપ ઘંઉનો લોટ
  • ૧/૨ કપ બેસન
  • ૧/૪ કપ દહીં
  • ૧/૨ કપ મેથી ( ઝીણી સમારેલી)
  • ૧/૪ કપ કોથમીર( ઝીણી સમારેલી)
  • ૧ નંગ ડુંગળી (ઝીણી સમારેલી)
  • ૧ નંગ ટામેટુ(ઝીણુ સમારેલું)
  • ૧ ટી-સ્પૂન આદુની પેસ્ટ
  • ૧ ટી-સ્પૂન લસણની પેસ્ટ
  • ૧ ટી-સ્પૂન લીલા મરચાની પેસ્ટ
  • ૧/૪ ટી-સ્પૂન હળદર
  • મીઠુ જરુર મુજબ
  • તેલ
  • ૧ ટી-સ્પૂન આમચૂર પાવડર/લીંબુ
  • ૧ ટી-સ્પૂન અથાણાનો મસાલો
  • વગાર માટે-
  • ૧ ટેબલસ્પૂન ઘી
  • ૧ ટી-સ્પૂન જીરુ
  • ૧ ટી-સ્પૂન અજમો
  • ૧/૪ ટી-સ્પૂન હીંગ

How to make Besan Thepla in gujarati

  1. સૌથી પહેલા એક કઢાઈ લઈ તેમાં ઘી ગરમ કરી જીરુ,અજમો,હીંગ ઉમેરો ત્યાર બાદ ડુંગળી લસણની પેસ્ટ ઉમેરો.૧ મિનિટ બાદ ટામેટુ અને મેથી મીકસ કરી ૨ મિનિટ ચઢવા દો.કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દો. વગાર તૈયાર છે.
  2. કાથરોટ લઈ તેમાં ઘંઉનો લોટ, બેસન ,લાલ મરચુ,હળદર,મીઠું,લીલા મરચાની પેસ્ટ,આદુની પેસ્ટ,અથાણાનો મસાલો,આમચુર પાવડર અને વગાર ઉમેરીને કઠણ લોટ બાંધો.જરુર પડે તો થોડુ પાણી ઉમેરી શકાય .
  3. બાંધેલા લોટમાંથી લૂઆ કરી તેમાંથી થેપલા વણી લો.ગરમ તવા પર ૧ -૧ ચમચી તેલ નાખી થેપલા શેકી દો.
  4. તૈયાર છે બેસન થેપલા દહીં / કેરીના અથાણા સાથે પીરસો.

Reviews for Besan Thepla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Besan Thepla in gujarati

  • થેપલા

    2 likes
  • થેપલા

    1 likes
  • બેસન આની

    1 likes
  • બેસન લાડુ

    5 likes
  • બેસન લાડુ

    2 likes
  • બેસન લાડુ

    3 likes