હોમ પેજ / રેસિપી / બેસન થેપલા

Photo of Besan Thepla by Harsha Israni at BetterButter
378
1
0.0(0)
0

બેસન થેપલા

Aug-18-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન થેપલા રેસીપી વિશે

આ થેપલા ઘંઉનો લોટ અને બેસન ના બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ ઘંઉનો લોટ
  2. ૧/૨ કપ બેસન
  3. ૧/૪ કપ દહીં
  4. ૧/૨ કપ મેથી ( ઝીણી સમારેલી)
  5. ૧/૪ કપ કોથમીર( ઝીણી સમારેલી)
  6. ૧ નંગ ડુંગળી (ઝીણી સમારેલી)
  7. ૧ નંગ ટામેટુ(ઝીણુ સમારેલું)
  8. ૧ ટી-સ્પૂન આદુની પેસ્ટ
  9. ૧ ટી-સ્પૂન લસણની પેસ્ટ
  10. ૧ ટી-સ્પૂન લીલા મરચાની પેસ્ટ
  11. ૧/૪ ટી-સ્પૂન હળદર
  12. મીઠુ જરુર મુજબ
  13. તેલ
  14. ૧ ટી-સ્પૂન આમચૂર પાવડર/લીંબુ
  15. ૧ ટી-સ્પૂન અથાણાનો મસાલો
  16. વગાર માટે-
  17. ૧ ટેબલસ્પૂન ઘી
  18. ૧ ટી-સ્પૂન જીરુ
  19. ૧ ટી-સ્પૂન અજમો
  20. ૧/૪ ટી-સ્પૂન હીંગ

સૂચનાઓ

  1. સૌથી પહેલા એક કઢાઈ લઈ તેમાં ઘી ગરમ કરી જીરુ,અજમો,હીંગ ઉમેરો ત્યાર બાદ ડુંગળી લસણની પેસ્ટ ઉમેરો.૧ મિનિટ બાદ ટામેટુ અને મેથી મીકસ કરી ૨ મિનિટ ચઢવા દો.કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દો. વગાર તૈયાર છે.
  2. કાથરોટ લઈ તેમાં ઘંઉનો લોટ, બેસન ,લાલ મરચુ,હળદર,મીઠું,લીલા મરચાની પેસ્ટ,આદુની પેસ્ટ,અથાણાનો મસાલો,આમચુર પાવડર અને વગાર ઉમેરીને કઠણ લોટ બાંધો.જરુર પડે તો થોડુ પાણી ઉમેરી શકાય .
  3. બાંધેલા લોટમાંથી લૂઆ કરી તેમાંથી થેપલા વણી લો.ગરમ તવા પર ૧ -૧ ચમચી તેલ નાખી થેપલા શેકી દો.
  4. તૈયાર છે બેસન થેપલા દહીં / કેરીના અથાણા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર