હોમ પેજ / રેસિપી / આલૂ પરાઠા

Photo of Aloo Paratha by Rani Soni at BetterButter
701
2
0.0(0)
0

આલૂ પરાઠા

Aug-19-2018
Rani Soni
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલૂ પરાઠા રેસીપી વિશે

આલૂ પરાઠા એક ઝડપી અને સરળ રેસીપી છે જે ઘઉંનો લોટ, છૂંદેલા બટાકા અને અમુક મસાલા જેવા સરળ ઘટકો સાથે બનાવવામાં આવે છે. જો તમે પરંપરાગત રીતે આ રેસીપી તૈયાર કરવા માંગતા હો તો તમે તેને ઘી સાથે બનાવી શકો છો.આ વાનગી ને કોઈ ચોક્કસ કેટેગરીમાં વર્ગીકૃત કરવાનું મુશ્કેલ છે કારણ કે તે નાસ્તો, લંચ અથવા ડિનરમાં ખાવામાં આવે છે. તમે તમારા બાળકો માટે લંચ માટે તેને પેક કરી શકો છો. આ સરળ રેસીપી તમે પણ બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 250 ગ્રામ બટાકા બાફેલા
  2. 2 લીલા મરચાં સમારેલ
  3. 2 ચમચી સમારેલી કોથમીર
  4. 1/2 ચમચી અજમો
  5. 1 ચમચી આમચૂર
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચી ધાણાજીરૂ પાવડર
  8. 1/2 ચમચી લાલ મરચું પાવડર
  9. 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  10. સ્વાદમુજબ મીઠું
  11. લોટ બાંધવા માટે : 2 કપ ઘઉંનો લોટ
  12. મીઠુ સ્વાદમુજબ
  13. 4 ચમચી તેલ
  14. 1 ચમચી કોથમીર
  15. 1 ચમચી બટર

સૂચનાઓ

  1. બાફેલા બટાકા માં સમારેલા લીલા મરચા,અજમો, લીંબુનો રસ, કોથમીર ,ધાણાજીરૂ પાવડર ,આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા પાવડર ,સ્વાદ મુજબ મીઠુ, હળદર નાખીને મસળી લો
  2. હવે ઘઉના લોટમાં મીઠુ ,1 ચમચી તેલ નાખીને મધ્યમ લોટ બાંધી લો
  3. એક લોઈ બનાવી નાની પૂરી વણો
  4. તેમા બટાકાનો તૈયાર મસાલો થોડો ભરીને દબાવી દો
  5. તેને હલકા હાથે રોટલી જેટલો વણી લો
  6. જેટલો મસાલો વધુ ભરશો તેટલો સ્વાદ સારો લાગશે
  7. તવા પર મિડીયમ આંચ પર તેલ લગાઈ શેકી લો
  8. બટર,કોથમીર મૂકી ગરમ પિરસો
  9. આલૂ પરાઠા તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર