હોમ પેજ / રેસિપી / ચોકો ચૂરમાં લાડુ

Photo of Choco churma laddu by Urvashi Belani at BetterButter
303
3
0.0(0)
0

ચોકો ચૂરમાં લાડુ

Aug-19-2018
Urvashi Belani
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકો ચૂરમાં લાડુ રેસીપી વિશે

આ રેસિપી માં ચૂરમાં ના લાડુ બનાવી તેને અડધું મેલટેડ ચૉકલેટ માં ડીપ કર્યું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • રાજસ્થાન
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ ઘઉં નો કકરો લોટ
  2. 1/2 કપ ઘી (મોણ માટે)
  3. જરૂરિયાત મુજબ તળવા માટે ઘી
  4. 3/4 દળેલી ખાંડ
  5. 1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર
  6. 2 ચમચા ડ્રાયફ્રુટ ના ટુકડા
  7. 1 ચમચી કિસમિસ
  8. 50 ગ્રામ ડાર્ક ચોકલેટ
  9. રંગીન સ્પ્રીંકલ

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ માં ઘી નાખી કઠણ લોટ બાંધવો.
  2. આ લોટ માંથી મુઠીયા બનાવી લો.
  3. ઘી ગરમ કરી આ મુઠીયા ને ધીમી આંચ પર થોડા લાલ થાય ત્યાં સુધી તળી લો.
  4. પછી આ મુઠીયા થોડા ઠંડા થાય પછી તેને વાટી લો અને છાણી લો જેથી તે એકસરખું થઈ જાય.
  5. હવે તેમાં ખાંડ, ઈલાયચી પાવડર, ડ્રાયફ્રુટ અને કિસમિસ નાખી મિક્સ કરો.
  6. જરૂરત હોય તો થોડું ગરમ ઘી નાખો.અને આ મિશ્રણ ના લાડુ બનાવો.
  7. ડાર્ક ચોકલેટ ને ડબલ બોઇલર માં ઓગળી લો અને લાડુ ને એક બાજુ થી ચોકલેટ માં ડીપ કરી તેના પર સ્પ્રિંકલ લગાવી પછી ફ્રીઝ માં સેટ કરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર