હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ ની બ્રાઉની પિનવ્હીલ કુકીઝ

Photo of Wheat flour browni pinwheel cookies by Urvashi Belani at BetterButter
489
3
0.0(0)
0

ઘઉં ના લોટ ની બ્રાઉની પિનવ્હીલ કુકીઝ

Aug-19-2018
Urvashi Belani
35 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ ની બ્રાઉની પિનવ્હીલ કુકીઝ રેસીપી વિશે

આ રેસીપી માં ઘઉં ના લોટ માંથી બ્રાઉની અને કુકીઝ બનાવવા માટે નું મિશ્રણ તૈયાર કરી પિનવ્હીલ બનાવી, બેક કરીને કુકીઝ બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • બેકિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. કુકીઝ ના મિશ્રણ માટે:
  2. 1 કપ ઘઉં નો લોટ
  3. 1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર
  4. 1/2 કપ ખાંડ
  5. 1/4 ટી સ્પૂન વેનીલા એસેન્સ
  6. માખણ (જરૂરિયાત મુજબ)
  7. 2 ચમચી ચોકલેટ ચિપ્સ
  8. બ્રાઉની માટે:
  9. 3/4 કપ ઘઉં નો લોટ
  10. 1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર
  11. 1/8 ટી સ્પૂન બેકિંગ સોડા
  12. 1 ટી સ્પૂન કોકો પાવડર
  13. 1/4 કપ દળેલી ખાંડ
  14. 1/4 કપ તેલ
  15. 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  16. 1/4 ટી સ્પૂન ચોકલેટ એસેન્સ
  17. 2 ચમચી મેલટેડ ડાર્ક ચોકલેટ
  18. 1/4 કપ દૂધ

સૂચનાઓ

  1. કુકીઝ ના મિશ્રણ બનાવવા માટે ઘઉં ના લોટ માં બેકિંગ પાવડર, દળેલી ખાંડ, એસેન્સ નાખી મિક્સ કરો.
  2. માખણ વડે કઠણ લોટ બાંધી લો.
  3. તેમાં ચોકલેટ ચિપ્સ નાખી મિક્સ કરી, પ્લાસ્ટિક માં મૂકી 1/2 કલાક ફ્રીઝ માં મુકો.
  4. બ્રાઉની માટે ની બધી સામગ્રી ભેગી કરીને બીટર ની સહાયતા થી ફેટી લો.
  5. કુકીઝ ના મિશ્રણ ને પ્લાસ્ટિક ની થેલી પર હળવે થી વણી લો.
  6. હવે તેના પર બ્રાઉની નું મિશ્રણ ફેલાવો અને પ્લાસ્ટિક ની મદદ થી તેનો રોલ બનાવી દો.
  7. આ રોલ ને 1/2 ફ્રીઝ માં મૂકી પછી નાના ટુકડા માં કાપી લો.
  8. ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે માં કુકીઝ મૂકી પ્રિહિટ ઓવન માં 170 ડિગ્રી પર 15 થી 20 મિનિટ સુધી બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર