BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બાજરીના લોટની મસાલા પૂરી

Photo of Bajra masala puri by Harsha Israni at BetterButter
309
1
0(0)
0

બાજરીના લોટની મસાલા પૂરી

Aug-19-2018
Harsha Israni
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરીના લોટની મસાલા પૂરી રેસીપી વિશે

આ બાજરીના લોટની પૂરીના પૂરણમાં બટાકાનો ઉપયોગ કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪ કપ બાજરીનો લોટ
  2. મીઠું
  3. ૪ કપ તેલ તળવા માટે
  4. પૂરણ માટે-
  5. ૧/૨ કપ કોથમીર
  6. ૫૦૦ગા્મ બાફેલા બટાકા
  7. ૪-૫ લીલા મરચા
  8. ૧ ચમચી આદુની પેસ્ટ
  9. ૧ ચમચી શેકેલું જીરુ પાવડર
  10. ૮-૧૦ પુદીનાના પાન
  11. મીઠું જરુર મુજબ
  12. ૧ ચમચી ચાટ મસાલો
  13. ૨ ચમચી વરીયાળી
  14. ૨ ચમચી કિસમિસ

સૂચનાઓ

  1. સૌથી પહેલા કાથરોટમાં બાજરીનો લોટ ,મીઠુ લઈ પાણી વડે થોડુ નરમ લોટ બાંધો.
  2. એક મીક્સરના જારમાં કોથમીર,લીલામરચા ,પુદીનો મીકસ કરી ગી્ન પેસ્ટ બનાવો.
  3. એક બાઉલ લઈ તેમાં બાફેલા બટાકા ને છીણીને નાખો.હવે મીઠું,ગી્ન પેસ્ટ,આદુની પેસ્ટ,જીરુ પાવડર,ચાટમસાલો , વરીયાળી,કિસમિસ મીકસ કરી પૂરણ તૈયાર કરો.
  4. બાજરીના બાંધેલા લોટમાંથી થોડી જાડી નાની પૂરી બનાવી વચ્ચે તૈયાર કરેલા પૂરણ ૨ ચમચી મૂકી પૂરીને વાળીને હાથ વડે જ ગોળ આકાર આપી પૂરી બનાવો.અથવા પોલિથીન વચ્ચે મૂકીને પણ વણી શકાય.
  5. એક કઢાઈમાં તેલ ગરમ કરી સ્ટફીંગ વાળી પૂરી ધીમા તાપે ગોલ્ડન રંગની તળી દો.
  6. તૈયાર છે બાજરીના લોટની મસાલા પૂરી કોથમીરની ચટની/ ટામેટા સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર