હોમ પેજ / રેસિપી / ફરસાણ ચટણી

Photo of Snacks Chatani by Bharti Khatri at BetterButter
765
2
0.0(0)
0

ફરસાણ ચટણી

Aug-20-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરસાણ ચટણી રેસીપી વિશે

આ ચટણી ચણાના લોટ માંથી બનાવાય છે. તેમા લીંબુના ફુલ, હળદર, ખાંડ,લીલા મરચા નાખીને વઘાર કરી તૈયાર કરેલ છે. આ ચટણી ખમણ, મુઠીયા, પાત્રા કે કોઇ પણ ફરસાણ સાથે ખાઈ શકાય છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૧ કપ ચણા નો લોટ
  2. ૨ લીલા મરચા
  3. ૧/૨ ચમચી લીંબુના ફુલ
  4. ૫ થી ૬ કળી લસણ
  5. ૧ ડાળી કઢીલીમડો
  6. ૧/૪ ચમચી હળદર
  7. ચપટી હીંગ
  8. ૨ ચમચી ખાંડ
  9. ૧ ચમચી તેલ
  10. ૧/૨ ચમચી અજમો
  11. ૧/૨ ચમચી રાઈ
  12. મીંઠુ સ્વાદમુજબ

સૂચનાઓ

  1. વઘાર માટે ની સામગ્રી એકઠી કરી લો.
  2. ચણા ના લોટ લઈ તેમા મીંઠુ સ્વાદમુજબ નાખી લેવું.
  3. હવે લોટ મા પાણી નાખીને ને લોટ સારી રીતે મિક્સ કરો અને આ રીતે પાતળુ મિશ્રણ તૈયાર કરવું.
  4. વઘાર માટે તેલ ગરમ કરી તેમા રાઈ અને અજમો તટડાવી લસણ અને લીલામરચા કાપી ને નાખવા હવે કઢીલીમડો અને ચપટી હીંગ નાખવી.
  5. હવે ચણાના લોટ નુ પાતળું તૈયાર કરેલુ મિશ્રણ નાખવુ
  6. હવે તેને ઉકળવા દેવુ અને મિશ્રણ જાડુ થાય ત્યા સુધી ઉકાળવુ અને સાથે હલાવતા રહેવુ જેથી તેમા ગાઠો ના પડી જાય.
  7. આ રીતે તૈયાર છે ફરસાણ ચટણી.
  8. તૈયાર છે ગરમા ગરમ ફરસાણ ચટણી તેને તમે મુઠીયા, ફાફડા, સમોસા, કચોરી કે પછી ખમણ સાથે પીરસી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર