હોમ પેજ / રેસિપી / ઝટપટ થાલીપીઠ

Photo of Jatpat Thalipeeth by JYOTI BHAGAT PARASIYA at BetterButter
132
6
0.0(0)
0

ઝટપટ થાલીપીઠ

Aug-20-2018
JYOTI BHAGAT PARASIYA
10 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઝટપટ થાલીપીઠ રેસીપી વિશે

થાલીપીઠ એક પ્રખ્યાત તેમજ પૌષ્ટિક મહારાષ્ટ્રીયન વાનગી છે.બાળકો થી લઈ વડીલ સુધી સૌને ભાવે તેવી થાલીપીઠ અવશ્ય બનાવો.

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • હરરોજ/ દરરોજ
 • મહારાષ્ટ્ર
 • શેકેલું
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

 1. ૧ કપ ઘઉં નો લોટ
 2. ૧/૨ કપ ચોખા નો લોટ
 3. ૨ ચમચી ચણા નો લોટ
 4. ૨ બાફેલા અને મસળેલા નાના બટાટા
 5. ૧ ચમચી લીલા મરચાં તથા લસણ પેસ્ટ
 6. ૧/૪ કપ સમારેલા લીલા ધાણા
 7. ૧ ચમચી સફેદ તલ
 8. ૨ ચમચી તેલ
 9. ૧ નાની ચમચી લાલ મરચાં પાવડર
 10. ૧ નાની ચમચી હળદર
 11. મીઠું સ્વાદનુસાર
 12. પાણી જરૂરમૂજબ
 13. અન્ય સામગ્રી
 14. તેલ થાલીપીઠ શેકવા માટે

સૂચનાઓ

 1. સર્વ પ્રથમ એક મોટા વાસણ માં ઘઉં નો લોટ, ચોખા નો લોટ તથા ચણા નો લોટ લો.
 2. તેમાં બાફેલા તથા મસળેલા બટાટા ઉમેરો.
 3. હવે તેલ,લીલા ધાણા,તલ,મીઠું તથા સામગ્રી માં આપેલ બધા મસાલા ઉમેરો.
 4. એક વખત હલકું મિક્સ કરી લો.
 5. હવે ધીરે ધીરે પાણી ઉમેરી રોટલી કરતા થોડો નરમ લોટ બાંધો(યાદ રહે કે બટાટા ને કારણ પાણી થોડું ઓછું જોઇશે)
 6. લોટ ને ૧૫ મિનિટ ઢાંકી ને બાજુ માં મૂકી દો.
 7. ૧૫ મિનિટ બાદ લોટ માંથી લીંબુ સમાન લુઆ કરી લો.
 8. લુઆ ને સુખા લોટ માં રગદોળી નાની અને જાડી રોટલી ની જેમ હલકા હાથ થી વણી લો.
 9. થાલીપીઠ ના મધ્ય ભાગ માં નાનું અમથું છેદ કરી લો.
 10. ગરમ તવા માં થોડું તેલ લગાડી થાલીપીઠ ને મધ્યમ આંચ પર શેકવા મુકો.
 11. આવી જ રીતે બીજી બાજુ પણ તેલ લગાડી સોનેરી રંગ આવે ત્યાં સુધી શેકી લો.
 12. બાકી રહેલ થાલીપીઠ પણ આજ રીતે તૈયાર કરી લો.
 13. ગરમા ગરમ થાલીપીઠ બનીને તૈયાર છે.
 14. થાલીપીઠ ને ચટણી,ઠેચા,દહીં,અથાણું અથવા ચા સાથે સવાર અથવા સાંજ ના નાસ્તામાં પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર