Open in app

દૂધી મુઠીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  5 people
Bharti Khatri20th Aug 2018

Dudhi Muthiya ના વિશે

Ingredients to make Dudhi Muthiya in gujarati

  • ૪૦૦ ગ્રામ દૂધી
  • ૨૫૦ ઘઉંનો કકરો લોટ
  • ૧ ચમચી લાલ મરચુ
  • ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ ચમચી અજમો
  • ૧ ચમચો ખાંડ
  • ૬ થી ૭ લસણની કળીયો
  • ૨ લીલા મરચા
  • નાનો ટૂકડો આદુ
  • ૧ ચમચી મેથીયો મસાલો (અથાણા નો મસાલો)
  • ૧/૨ કપ દહી
  • ૨ ચમચા મોયણ માટે તેલ
  • ચપટી સાજી ના ફૂલ
  • મીંઠુ સ્વાદમુજબ
  • વઘાર માટે :-
  • ૨ ચમચા તેલ
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી મેથી
  • ૧ ચમચો તલ
  • ર લીલા મરચા લાંબા કાપેલા
  • ૧ ડાળી કઢીલીમડો
  • ચપટી હીંગ

How to make Dudhi Muthiya in gujarati

  1. પરાત મા ઘઉંનો કકરો લોટ લેવો. તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, હળદર, અજમો, ખાંડ, વાટેલા આદુ લીલમરચા લસણ, દહી, મેથીયા મસાલો, છીણેલ દૂધી, સાજી ના ફૂલ અને તેલ બધો મસાલો કરવો.
  2. હવે લોટ મા બધુ બરાબર મિક્સ કરી ઢીલો લોટ બાંધી લો. તેમા જરૂરીયાત મુજબ પાણી લઈ ને લોટ ઢીલો બાંધવો અને મુઠીયા વાળી ને તૈયાર કરવા.
  3. હવે ઢોકળા ના કૂકર મા તળીયે પાણી મુકી કાઠો મૂકી તેના પર ચાળણી મૂકી તેમા તૈયાર કરેલ મુઠીયા એક લાઈન આડી અને એક લાઈન ઊભી ગોઠવી મુઠીયા ચઢવા મૂકવા.
  4. મુઠીયા ચઢી જાય એટલે તેને કૂકર માથી કાઢી આ રીતે કાપી લેવા અને વઘાર માટે લીલામરચા લાંબા કાપી લેવા અને તલ, કઢીલીમડો પણ લઈ લેવો.
  5. હવે તપેલી મા તેલ ગરમ કરી તેમા રાઈ, મેથી દાણા તટડાવી લીલામરચા, કઢીલીમડો,ચપટી હીંગ અને તલ નાખવા અને તરત મુઠીયા મિક્સ કરવા.
  6. હવે તપેલી ને કપડા થી પકડી ઉછાળી ઉછાળી ને બરાબર હલાવી ને મિક્સ કરી લેવા. પછી ફરી ગેસ પર એકાદ મિનિટ મૂકી ફરી ઉછાળી લેવા આમ બે ત્રણ વખત કરવું.
  7. તૈયાર છે ટેસ્ટી ગરમા ગરમ દૂધી મુઠીયા તે ફરસાણ ચટણી સાથે પીરસવા.

Reviews for Dudhi Muthiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dudhi Muthiya in gujarati

  • મુઠીયા

    0 likes
  • ભરવા દૂધી

    4 likes
  • દૂધી કબાબ

    1 likes
  • દૂધી નો ઓળો

    4 likes
  • મેથી મુઠીયા

    3 likes
  • દૂધી ડીલાઈટ

    4 likes