BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દૂધી મુઠીયા

Photo of Dudhi Muthiya by Bharti Khatri at BetterButter
1
3
0(0)
0

દૂધી મુઠીયા

Aug-20-2018
Bharti Khatri
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી મુઠીયા રેસીપી વિશે

દૂધી મુઠીયા ઘઉંના કકરા લોટ મા દૂધી સૂકા મસાલા, વાટેલા લીલામરચા, લસણ, આદુ, દહી, મેથીયા મસાલો અને છીણેલ દૂધી થી બનાવેલ છે. તે બાળકોને નાસ્ત ના ડબ્બા મા કે પછી ચા કે કોફી સાથે પણ લઈ શકાય છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૪૦૦ ગ્રામ દૂધી
  2. ૨૫૦ ઘઉંનો કકરો લોટ
  3. ૧ ચમચી લાલ મરચુ
  4. ૧ ચમચી ધાણાજીરુ પાઉડર
  5. ૧ ચમચી ગરમ મસાલો
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચી અજમો
  8. ૧ ચમચો ખાંડ
  9. ૬ થી ૭ લસણની કળીયો
  10. ૨ લીલા મરચા
  11. નાનો ટૂકડો આદુ
  12. ૧ ચમચી મેથીયો મસાલો (અથાણા નો મસાલો)
  13. ૧/૨ કપ દહી
  14. ૨ ચમચા મોયણ માટે તેલ
  15. ચપટી સાજી ના ફૂલ
  16. મીંઠુ સ્વાદમુજબ
  17. વઘાર માટે :-
  18. ૨ ચમચા તેલ
  19. ૧ ચમચી રાઈ
  20. ૧ ચમચી મેથી
  21. ૧ ચમચો તલ
  22. ર લીલા મરચા લાંબા કાપેલા
  23. ૧ ડાળી કઢીલીમડો
  24. ચપટી હીંગ

સૂચનાઓ

  1. પરાત મા ઘઉંનો કકરો લોટ લેવો. તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, હળદર, અજમો, ખાંડ, વાટેલા આદુ લીલમરચા લસણ, દહી, મેથીયા મસાલો, છીણેલ દૂધી, સાજી ના ફૂલ અને તેલ બધો મસાલો કરવો.
  2. હવે લોટ મા બધુ બરાબર મિક્સ કરી ઢીલો લોટ બાંધી લો. તેમા જરૂરીયાત મુજબ પાણી લઈ ને લોટ ઢીલો બાંધવો અને મુઠીયા વાળી ને તૈયાર કરવા.
  3. હવે ઢોકળા ના કૂકર મા તળીયે પાણી મુકી કાઠો મૂકી તેના પર ચાળણી મૂકી તેમા તૈયાર કરેલ મુઠીયા એક લાઈન આડી અને એક લાઈન ઊભી ગોઠવી મુઠીયા ચઢવા મૂકવા.
  4. મુઠીયા ચઢી જાય એટલે તેને કૂકર માથી કાઢી આ રીતે કાપી લેવા અને વઘાર માટે લીલામરચા લાંબા કાપી લેવા અને તલ, કઢીલીમડો પણ લઈ લેવો.
  5. હવે તપેલી મા તેલ ગરમ કરી તેમા રાઈ, મેથી દાણા તટડાવી લીલામરચા, કઢીલીમડો,ચપટી હીંગ અને તલ નાખવા અને તરત મુઠીયા મિક્સ કરવા.
  6. હવે તપેલી ને કપડા થી પકડી ઉછાળી ઉછાળી ને બરાબર હલાવી ને મિક્સ કરી લેવા. પછી ફરી ગેસ પર એકાદ મિનિટ મૂકી ફરી ઉછાળી લેવા આમ બે ત્રણ વખત કરવું.
  7. તૈયાર છે ટેસ્ટી ગરમા ગરમ દૂધી મુઠીયા તે ફરસાણ ચટણી સાથે પીરસવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર