Photo of Bajra Moringa Puri by Mumma's kitchen at BetterButter
1006
8
5.0(0)
0

Bajra Moringa Puri

Aug-20-2018
Mumma's kitchen
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 2 કપ બાજરી નો લોટ
  2. 1 કપ મોરીંગા ના પાન
  3. 1/2 કપ દહીં
  4. 2 ટેબલસ્પૂન આદુ લસણ લીલા મરચાં અને લીમડા ની પેસ્ટ
  5. 1 ટેબલસ્પૂન તલ
  6. 1/2 ટી સ્પૂન હળદર
  7. ચપટી હીંગ
  8. સ્વાદ અનુસાર મીઠું
  9. 2 ટેબલસ્પૂન તેલ મોણ માટે
  10. 2 ટેબલસ્પૂન તેલ બ્રશીંગ કરવા માટે

સૂચનાઓ

  1. 1 સૌ મોરીંગા ના પાન ને ધોઈ લેવા અને તેને બારીક સમારી લો, ત્યારબાદ એક બાઉલમાં બાજરી નો લોટ લો, તેમા મોરીંગા ના પાન, દહીં, હળદર, આદુલસણ મરચા અને લીમડા ની પેસ્ટ, તલ, અને સ્વાદ અનુસાર મીઠું ,તથા તેલ ઉમેરીને જરૂર પુરતુ પાણી ઉમેરીને કણક તૈયાર કરી લો.
  2. હવે આ તૈયાર કરેલા લોટ માથી એક સરખા લુઆ તૈયાર કરી લો અને તેને 0" જાડો મોટો રોટલો વણી લો, અને કુકી કટર વડે પુરી કટ કરી લો.
  3. ત્યાર બાદ તેના ઉપર બ્રશ વડે તેલ લગાવો અને એર ફ્રાયર ને 180તાપમાન પર પ્રીહીટ કરવા મૂકો.
  4. ત્યાર બાદ તેમાં થી એક એક પુરી લઇ ને એરફ્રાયર મા સેટ કરી દો.
  5. સેટ કરેલી પુરી ને 15 મીનીટ માટે બેક કરવા મૂકો 15 મિનીટ બાદ તેને ચેક કરી લો, ગોલ્ડન થઇ જાય એટલે તેને બહાર કાઢી લો,
  6. આવી રીતે બાકી બધી પૂરી તૈયાર કરી લો અને તેને એક એરટાઇટ ડબામાં પેક કરી લો, અને તેને ચા કે કોફી સાથે નાશતા મા ઉપયોગ મા લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર