ચોકલેટ પેનકેક | Chocolate Pancake Recipe in Gujarati

ના દ્વારા Purvi Modi  |  20th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Chocolate Pancake by Purvi Modi at BetterButter
ચોકલેટ પેનકેકby Purvi Modi
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    3

    લોકો

1

0

ચોકલેટ પેનકેક વાનગીઓ

ચોકલેટ પેનકેક Ingredients to make ( Ingredients to make Chocolate Pancake Recipe in Gujarati )

  • ઘઉં નો લોટ ૧ કપ
  • કોકો પાઉડર ૧ & ૧/૨ ટેબલસ્પૂન
  • બેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન
  • બેકિંગ પાવડર ૧ & ૧/૨ ટી સ્પૂન
  • મીઠું ૧/૪ ટી સ્પૂન
  • ખાંડ ૪ ટેબલસ્પૂન
  • પીગાળેલુ માખણ ૨ ટેબલસ્પૂન
  • દૂધ ૧ કપ
  • ઘટ્ટ છાશ ૩ ટેબલસ્પૂન
  • વેનિલા એસેન્સ ૧ ટી સ્પૂન
  • ઘી જરૂર મુજબ
  • ચોકલેટ સોસ માટેની સામગ્રી
  • કોકો પાઉડર ૧/૨ કપ
  • દળેલી ખાંડ ૧/૨ કપ
  • મેંદો ૧ ટી સ્પૂન
  • દૂધ ૩/૪ કપ
  • માખણ ૨ ટેબલસ્પૂન
  • વેનિલા એસેન્સ૧ ટી સ્પૂન

How to make ચોકલેટ પેનકેક

  1. સૌપ્રથમ ઘઉં નો લોટ, કોકો પાઉડર, બેંકીંગ સોડા, બેંકીંગ પાઉડર અને મીઠું ને એક સાથે ચાળી લો.
  2. હવે તેમાં ખાંડ, પિગાળેલુ માખણ, છાશ, વેનિલા એસેન્સ ઉમેરો.
  3. હવે ધીરે ધીરે દૂધ ઉમેરી હલાવતા રહો અને ગઠ્ઠા ન રહે તે રીતે બેટર તૈયાર કરો.
  4. એક નોનસ્ટિક તાવી ગરમ કરો અને તેના પર ઘી લગાવો.
  5. એક મોટા ચમચા થી બેટર રેડીને કિનારી પર ઘી રેડો.
  6. ધીમા તાપે થવા દો.
  7. નીચે ની બાજુ સોનેરી થાય એટલે પેનકેક ને પલટાવી બીજી બાજુ સોનેરી થાય ત્યાં સુધી થવા દો.
  8. આ રીતે બધા પેનકેક તૈયાર કરો.
  9. પેનકેક ને ચોકલેટ સોસ સાથે પરોસો.
  10. ચોકલેટ સોસ બનાવવા માટેની રીત:-
  11. સૌપ્રથમ કોકો પાઉડર, દળેલી ખાંડ અને મેંદાને ચાળી લો.
  12. એક સોસ પાનમાં દૂધ ઉમેરો. તેમાં ઉપર નું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી ગરમ કરવા મૂકો.
  13. સતત હલાવતા રહો.
  14. સોસ થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો.
  15. તેમાં માખણ અને વેનિલા એસેન્સ ઉમેરો. ૨-૩ મિનિટ સુધી ગરમ કરી ગેસ બંધ કરી દો. ચોકલેટ સોસ તૈયાર છે

Reviews for Chocolate Pancake Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો