હોમ પેજ / રેસિપી / ચોકલેટ પેનકેક

Photo of Chocolate Pancake by Purvi modi at BetterButter
631
0
0.0(0)
0

ચોકલેટ પેનકેક

Aug-20-2018
Purvi modi
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ પેનકેક રેસીપી વિશે

બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકો તથા મોટા બધાને પસંદ આવશે

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. ઘઉં નો લોટ ૧ કપ
  2. કોકો પાઉડર ૧ & ૧/૨ ટેબલસ્પૂન
  3. બેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન
  4. બેકિંગ પાવડર ૧ & ૧/૨ ટી સ્પૂન
  5. મીઠું ૧/૪ ટી સ્પૂન
  6. ખાંડ ૪ ટેબલસ્પૂન
  7. પીગાળેલુ માખણ ૨ ટેબલસ્પૂન
  8. દૂધ ૧ કપ
  9. ઘટ્ટ છાશ ૩ ટેબલસ્પૂન
  10. વેનિલા એસેન્સ ૧ ટી સ્પૂન
  11. ઘી જરૂર મુજબ
  12. ચોકલેટ સોસ માટેની સામગ્રી
  13. કોકો પાઉડર ૧/૨ કપ
  14. દળેલી ખાંડ ૧/૨ કપ
  15. મેંદો ૧ ટી સ્પૂન
  16. દૂધ ૩/૪ કપ
  17. માખણ ૨ ટેબલસ્પૂન
  18. વેનિલા એસેન્સ૧ ટી સ્પૂન

સૂચનાઓ

  1. સૌપ્રથમ ઘઉં નો લોટ, કોકો પાઉડર, બેંકીંગ સોડા, બેંકીંગ પાઉડર અને મીઠું ને એક સાથે ચાળી લો.
  2. હવે તેમાં ખાંડ, પિગાળેલુ માખણ, છાશ, વેનિલા એસેન્સ ઉમેરો.
  3. હવે ધીરે ધીરે દૂધ ઉમેરી હલાવતા રહો અને ગઠ્ઠા ન રહે તે રીતે બેટર તૈયાર કરો.
  4. એક નોનસ્ટિક તાવી ગરમ કરો અને તેના પર ઘી લગાવો.
  5. એક મોટા ચમચા થી બેટર રેડીને કિનારી પર ઘી રેડો.
  6. ધીમા તાપે થવા દો.
  7. નીચે ની બાજુ સોનેરી થાય એટલે પેનકેક ને પલટાવી બીજી બાજુ સોનેરી થાય ત્યાં સુધી થવા દો.
  8. આ રીતે બધા પેનકેક તૈયાર કરો.
  9. પેનકેક ને ચોકલેટ સોસ સાથે પરોસો.
  10. ચોકલેટ સોસ બનાવવા માટેની રીત:-
  11. સૌપ્રથમ કોકો પાઉડર, દળેલી ખાંડ અને મેંદાને ચાળી લો.
  12. એક સોસ પાનમાં દૂધ ઉમેરો. તેમાં ઉપર નું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી ગરમ કરવા મૂકો.
  13. સતત હલાવતા રહો.
  14. સોસ થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો.
  15. તેમાં માખણ અને વેનિલા એસેન્સ ઉમેરો. ૨-૩ મિનિટ સુધી ગરમ કરી ગેસ બંધ કરી દો. ચોકલેટ સોસ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર