Open in app

ઘંઉના લોટના ચોકલેટ ડોનટ્સ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Harsha Israni20th Aug 2018

Wheat chocolate Donuts ના વિશે

Ingredients to make Wheat chocolate Donuts in gujarati

  • ૧ કપ ઘંઉનો લોટ
  • ૧/૨ કપ દૂધ (થોડુ ગરમ)
  • ૩ ટી-સ્પૂન મિલ્ક પાવડર
  • ૨ ટી-સ્પૂન બટર (મેલ્ટ)
  • ૧ ટી-સ્પૂન ડ્રાય યીસ્ટ
  • ૧/૪ ટી-સ્પૂન બેંકીગ પાવડર
  • ચપટી મીઠું
  • ૧ ટી-સ્પૂન વેનિલા એસેન્સ
  • ૩ ટેબલસ્પૂન દળેલી ખાંડ
  • તેલ તળવા માટે

How to make Wheat chocolate Donuts in gujarati

  1. સૌ પહેલા અેક બાઉલમાં યીસ્ટ,દળેલી ખાંડ અને થાેડુ ગરમ દૂધ મીક્સ કરી ૫ -૧૦ મિનિટ માટે રહેવા દો.
  2. એક બાઉલ લઇ તેમાં ઘંઉનો લોટ,બેંકીગ પાવડર,મીઠુ,મિલ્ક પાવડર ,વેનિલા એસેન્સ મીકસ કરી યીસ્ટવાળા દૂધથી નરમ લોટ બાંધો .બટર વડે ૫ મિનિટ હાથથી મસળો.
  3. હવે બાંધેલા લોટ પર એક ચમચી તેલ લગાડી ૨ -૩ કલાક માટે કલીંગ રેપર અથવા થોડા ભીના કપડાથી ઢાંકીને મૂકી દો.
  4. ૨ કલાક પછી બાંધેલા લોટને ફરી ૫ મિનિટ હાથથી મસળીને મોટો થોડો જાડો રોટલો વણો.
  5. હવે રોટલાને એક ગ્લાસ વડે ગોળ આકારમાં કાપી વચ્ચે નોઝલસ અથવા નાની બોટલના ઢાંકણ વડે આકાર આપો.
  6. આ ડોનટ્ પર થાેડુ તેલ લગાડી ૧ -૨ કલાક માટે થોડા ભીના કપડાથી ઢાંકીને મૂકો.
  7. એક કઢાઈમાં તેલ ગરમ કરી ડેાનટ્સને અેકસરખા ગોલ્ડન બા્ઉન રંગના ધીમા તાપે તળીને (ફા્ય કરવુ )ટીશુ પેપર પર કાઢી લો.
  8. તૈયાર છે ઘંઉના લોટના ડોનટ્સ
  9. મેલ્ટ કરેલી ડાકૅ ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટમાં ડોનટ્સ ને ડીપ(બોળીને) કરીને ,કલરીંગ વરમીલી,ચોકલેટ વરમીલી ,જેમ્સ,રંગીન બોલ્સ થી સજાવો અને પીરસો.

Reviews for Wheat chocolate Donuts in gujarati (1)

Neelam Barot3 months ago

સુપર્બ:ok_hand:

Recipes similar to Wheat chocolate Donuts in gujarati

  • ઘંઉના લોટના વેજીટેબલ અપ્પે/અપ્પમ

    1 likes