હોમ પેજ / રેસિપી / હોમ મેડ bourborn બિસ્કીટ

Photo of Homemade bourborn biscuits by Gopi Vithalani at BetterButter
700
1
0.0(0)
0

હોમ મેડ bourborn બિસ્કીટ

Aug-21-2018
Gopi Vithalani
15 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હોમ મેડ bourborn બિસ્કીટ રેસીપી વિશે

બહાર જેવા જ યમ્મી અને ચોકલટી !!

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

  1. બિસ્કીટ બનાવવા માટે :-
  2. ૧/૨ કપ બટર
  3. ૩/૪ કપ પીસેલી ખાંડ
  4. ૧ ૧/૨ કપ + ૨ ટેબસ્પૂન મેંદો
  5. ૧ ૧/૨ ટી સ્પૂન બેકિંગ પાવડર
  6. ૪ ટેબલ સ્પૂન કોકો પાવડર
  7. ૧ ટી સ્પૂન વેનિલા એસેન્સ
  8. ૩ ટેબલ સ્પૂન દૂધ
  9. થોડીક ખાંડ
  10. ચોકલેટ ક્રીમ બનાવવા માટે :-
  11. ૧/૪ કપ મોળું બટર
  12. ૧ કપ આઈસિંગ સુગર
  13. ૧-૨ સ્પૂન દૂધ
  14. ૪ ટેબલ સ્પૂન કોકો પાવડર

સૂચનાઓ

  1. ૧) સૌ પ્રથમ બટર ને બીટર ની મદદ થી બીટ કરો... થોડું લાઈટ થાય ત્યાં સુધી બીટ કરવાનું. ૨) ત્યારબાદ તેમાં પીસેલી ખાંડ નાખો અને એને બધું એકરસ થઈ જાય ત્યાં સુધી તેને બીટ કરો. ૩) હવે તેમાં મેંદો , બેકિંગ પાવડર, કૉકો પાવડર ચાળી ને ઉમેરો. અને મિક્સ કરો. ૪) વેનીલા એસેન્સ ઉમેરો. અને થોડું થોડું દૂધ નાખી હળવા હાથ થી લોટ બાંધો. ૫) ૧૦ મિનીટ માટે ફ્રીઝ માં સેટ કરવા રાખો. ૬) ત્યારબાદ ઓવન ને ૧૬૦ ડિગ્રી પર પ્રી હિટ કરવા મૂકો. ૭) બાંધેલા લોટ ને બટર પેપર પર વણો, તેને ચોરસ આકાર આપો, તેમાંથી મનપસંદ આકાર કટ કરો . ૮) બેકિંગ ટ્રે ને હલકી ઘી થી ગ્રીસ કરી ને કટ કરેલા બિસ્કીટ ને એમાં ગોઠવો, ટૂથ પિક ની મદદ થી તેમાં કાણા કરી દો અને ઉપર થી થોડી ખાંડ ભભરાવો. ૯) ૧૬૦ ડિગ્રી પર ૧૨ થી ૧૫ મિનીટ માટે તેને બેક કરી લો. *ચોકલેટ ક્રીમ બનાવવા માટે :- ૧) બટર હળવું થાય અને એનો કલર થોડો બદલાય ત્યાં સુધી એને બીટ કરો. ૨) તેમાં આઈસિંગ સુગર ઉમેરતા જાવ અને બીટ કરતા જવાનું ૩) તેમાં કોકો પાઉડર ઉમેરો અને બીટ કરો. ૪) બધું બરાબર મિક્સ કરી લેવું. ૫)બિસ્કીટ બરોરબર ઠંડા થાય એટલે ક્રીમ ને એમાં સ્પ્રેડ કરીને ઉપર બીજું બિસ્કીટ દબાવી દેવું... હલકા હાથ થી પ્રેસ કરી દેવું. ૬)તમારા ચોકલેટ bourborn બિસ્કીટ તૈયાર છે !!

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર