Open in app

હોમ મેડ bourborn બિસ્કીટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  4 people
Gopi Vithalani21st Aug 2018

Homemade bourborn biscuits ના વિશે

Ingredients to make Homemade bourborn biscuits in gujarati

  • બિસ્કીટ બનાવવા માટે :-
  • ૧/૨ કપ બટર
  • ૩/૪ કપ પીસેલી ખાંડ
  • ૧ ૧/૨ કપ + ૨ ટેબસ્પૂન મેંદો
  • ૧ ૧/૨ ટી સ્પૂન બેકિંગ પાવડર
  • ૪ ટેબલ સ્પૂન કોકો પાવડર
  • ૧ ટી સ્પૂન વેનિલા એસેન્સ
  • ૩ ટેબલ સ્પૂન દૂધ
  • થોડીક ખાંડ
  • ચોકલેટ ક્રીમ બનાવવા માટે :-
  • ૧/૪ કપ મોળું બટર
  • ૧ કપ આઈસિંગ સુગર
  • ૧-૨ સ્પૂન દૂધ
  • ૪ ટેબલ સ્પૂન કોકો પાવડર

How to make Homemade bourborn biscuits in gujarati

  1. ૧) સૌ પ્રથમ બટર ને બીટર ની મદદ થી બીટ કરો... થોડું લાઈટ થાય ત્યાં સુધી બીટ કરવાનું. ૨) ત્યારબાદ તેમાં પીસેલી ખાંડ નાખો અને એને બધું એકરસ થઈ જાય ત્યાં સુધી તેને બીટ કરો. ૩) હવે તેમાં મેંદો , બેકિંગ પાવડર, કૉકો પાવડર ચાળી ને ઉમેરો. અને મિક્સ કરો. ૪) વેનીલા એસેન્સ ઉમેરો. અને થોડું થોડું દૂધ નાખી હળવા હાથ થી લોટ બાંધો. ૫) ૧૦ મિનીટ માટે ફ્રીઝ માં સેટ કરવા રાખો. ૬) ત્યારબાદ ઓવન ને ૧૬૦ ડિગ્રી પર પ્રી હિટ કરવા મૂકો. ૭) બાંધેલા લોટ ને બટર પેપર પર વણો, તેને ચોરસ આકાર આપો, તેમાંથી મનપસંદ આકાર કટ કરો . ૮) બેકિંગ ટ્રે ને હલકી ઘી થી ગ્રીસ કરી ને કટ કરેલા બિસ્કીટ ને એમાં ગોઠવો, ટૂથ પિક ની મદદ થી તેમાં કાણા કરી દો અને ઉપર થી થોડી ખાંડ ભભરાવો. ૯) ૧૬૦ ડિગ્રી પર ૧૨ થી ૧૫ મિનીટ માટે તેને બેક કરી લો. *ચોકલેટ ક્રીમ બનાવવા માટે :- ૧) બટર હળવું થાય અને એનો કલર થોડો બદલાય ત્યાં સુધી એને બીટ કરો. ૨) તેમાં આઈસિંગ સુગર ઉમેરતા જાવ અને બીટ કરતા જવાનું ૩) તેમાં કોકો પાઉડર ઉમેરો અને બીટ કરો. ૪) બધું બરાબર મિક્સ કરી લેવું. ૫)બિસ્કીટ બરોરબર ઠંડા થાય એટલે ક્રીમ ને એમાં સ્પ્રેડ કરીને ઉપર બીજું બિસ્કીટ દબાવી દેવું... હલકા હાથ થી પ્રેસ કરી દેવું. ૬)તમારા ચોકલેટ bourborn બિસ્કીટ તૈયાર છે !!

Reviews for Homemade bourborn biscuits in gujarati (0)

No reviews yet.

Recipes similar to Homemade bourborn biscuits in gujarati

  • હોમ મેડ ચોકલેટ સોસ

    2 likes
  • હોમ મેડ મોતીચુર લાડુ

    2 likes
  • પીઝ્ઝા કપ વીથ હોમ મેડ બ્રેડ

    2 likes