Open in app

સ્ટફડ બાજરી રોટલા

4 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Mumma's kitchen21st Aug 2018

Stuffed Bajra Roti ના વિશે

Ingredients to make Stuffed Bajra Roti in gujarati

  • 4 કપ બાજરી નો લોટ
  • સ્વાદ અનુસાર મીઠું
  • લોટ તૈયાર કરવા માટે પાણી
  • સ્ટફીંગ ની સામગ્રી
  • અડધો કપ બારીક સમારેલું લીલું લસણ
  • અડધો કપ બારીક સમારેલી કોથમીર
  • 1 ટેબલ સ્પૂન બારીક કાપેલા મરચાં
  • 1 ટે.સ્પૂન સફેદ તલ
  • 1 ટીસ્પૂન જીરુ
  • સ્વાદ અનુસાર મીઠું

How to make Stuffed Bajra Roti in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલમાં સ્ટફિંગની સામગ્રી મિક્સ કરી લો.
  2. ત્યારબાદ એક વાસણમાં બાજરાનો લોટ લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાંખી પાણી નાંખી અને તેનો એકદમ મસળીને નરમ લોટ બાંધો.
  3. ત્યારબાદ તેમાંથી એક મોટી સાઈઝનો લુઓ લો અને તેને મસળીને ગોળ બનાવો અને તેમાં વચ્ચે સ્ટફિંગ ભરવા માટે જગ્યા બનાવો.
  4. ત્યારબાદ તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ માં થી બે ચમચી જેટલું સ્ટફિંગ અંદર ભરો અને તેને ઉપરથી બરોબર બંધ કરી લો.
  5. ત્યારબાદ આ તૈયાર કરેલા લુવાને હાથ વડે અથવા એક પાટલી પર થોડો કોરો લોટ લઈ અને તેનો રોટલો તૈયાર કરો.
  6. ત્યારબાદ આ રોટલા ને માટીની તવી ગરમ કરી તેના ઉપર બંને બાજુ શેકી લો ગેસ ની ફિલ્મ મીડીયમ રાખવી ફાસ્ટ રાખશો તો રોટલો ઉપરથી બળી જશે અને અંદરથી કાચો રહે એટલે તેને મધ્યમ તાપે શેકવો.

Reviews for Stuffed Bajra Roti in gujarati (4)

Mayuri Vora3 months ago

Deepa Rupani3 months ago

મને બહુ જ ભાવે છે

Shital Satapara3 months ago

Neelam Barot7 months ago

વાહ.... ખૂબ જ સ્વાદિષ્ટ:ok_hand:

Recipes similar to Stuffed Bajra Roti in gujarati

  • સ્ટફડ અપ્પમ

    9 likes
  • બાજરી ના વડા

    1 likes
  • બાજરી ઉત્તપ્પા

    6 likes
  • બાજરી ના રોટલા

    3 likes
  • જુવાર ના રોટલા

    2 likes
  • બાજરી નો રોટલો

    2 likes