હોમ પેજ / રેસિપી / સ્ટફ ખાંડવી

Photo of Stuff khandvi by Mumma's kitchen at BetterButter
396
1
0.0(0)
0

સ્ટફ ખાંડવી

Aug-21-2018
Mumma's kitchen
20 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ ખાંડવી રેસીપી વિશે

ખાંડવી એ ગુજરાતી ફરસાણ નુ એક સૌથી લોકપ્રિય ફરસાણ છે, આ ખાંડવી ચણા ના લોટ માથી બને છે, આજ હું આ ખાંડવી મા વિવિધતા લાવી છું આજ હું સ્ટફ ખાંડવી બનાવતા શીખવાડીશ આશા છે તમને જરૂર પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ ચણાનો લોટ
  2. એક કપ ખાટું દહીં
  3. અડધી ટીસ્પૂન હળદર
  4. 3 કપ પાણી
  5. 1 ટેબલ સ્પૂન આદુ-મરચાંની પેસ્ટ
  6. અડધી ટીસ્પૂન હળદર
  7. સ્ટફિંગ માટેની સામગ્રી
  8. 1 કપ તાજું ખમણેલું કોપરું
  9. અડધો કપ અધકચરા વાટેલા શેકેલા સીંગદાણા
  10. અડધો કપ બારીક સમારેલી કોથમીર
  11. 1 ટેબલ સ્પૂન બારીક સમારેલા મરચાં
  12. સ્વાદ અનુસાર મીઠું
  13. વઘાર કરવાની સામગ્રી
  14. 3 ટેબલ સ્પૂન તેલ
  15. ૧ ટી.સ્પૂન રાઈ
  16. 1 ટીસ્પૂન જીરુ
  17. 1 tbsp સફેદ તલ
  18. ૮ થી ૧૦ લીમડાના પાન
  19. ચપટી હિંગ

સૂચનાઓ

  1. સૌપ્રથમ સ્ટફિંગની સામગ્રી એક બાઉલમાં લઈ તેને હળવા હાથે મિક્સ કરી તૈયાર કરીને સાઈડ પર મૂકી દો
  2. ત્યારબાદ એક બાઉલમાં ચણાનો લોટ દહીં પાણી મીઠું આદુ મરચાની પેસ્ટ હળદર નાખીને smooth બેટર બનાવો તેમાં લોટ ની કણી ના રહે એટલા માટે તેને સુપ ની જાળી વડે ગાળી લો
  3. ત્યારબાદ એક હેવી bottom ના પેનમાં આ તૈયાર કરેલું બેટર લઈ લો અને તેને ગેસ પર medium flame પર સતત હલાવતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ થઈ જાય
  4. ખાંડવી નો બેટર એકદમ ઘટ્ટ થઈ જાય અને તે ખાંડવી પાથરવા યોગ્ય તૈયાર છે કે નહીં તે ચકાસવા માટે થોડું બેટર લઈ એક પ્લેટમાં પાથરી જુઓ અને તે ઠંડું પડે એટલે તે વાળી જુઓ તે વળી જાય એટલે સમજો ખાંડવી નો બેટર તૈયાર છે
  5. ખાંડવી નું મિશ્રણ થઈ જાય એટલે તેને સાફ કરેલા પ્લેટફોર્મ પર થોડું તેલ લગાવીને અથવા મોટી થાળીને ઉંધી કરી તેના પર થોડું તેલ લગાવીને મિશ્રણને ફટાફટ તાવેથા વડે પાતળું લેયર પાથરી દો
  6. ત્યારબાદ આ પાથરેલી ખાંડવી પર તૈયાર કરેલું સ્ટફિંગ સ્પ્રેડ કરી દો તેને ચપ્પુ અથવા કટર વડે લાંબા કરો અને તેને ગોળ ગોળ વાળી લો અને આ તૈયાર કરેલી ખાંડવી ને એક પ્લેટમાં લઈ લો
  7. ત્યારબાદ એક વઘાર્યા માં તેલ ગરમ કરી રાઈ જીરું અને તલ નાખી મીઠા લીમડા ના પાન નાખી તે તૈયાર કરેલો વઘાર ખાંડવી ઉપર ચમચી વડે પાથરી દો તેને ગાર્નીશ કરવા ખમણેલું કોપરું અને કોથમીર ભભરાવો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ ખાંડવી તેને ખાટી-મીઠી ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર